Abhayam News
AbhayamSocial Activity

સુરત:-આ શાળા કોરોનામાં પિતા ગુમાવનાર બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવશે..

કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે એક તરફ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી  ફીની માગણી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સુરતની એક શાળાની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. કેટલીક શાળાઓ રાજ્ય સરકારે સૂચના આપી હોવા છતાં પણ ફી ઘટાડવાનું નામ નથી લઈ રહી પરંતુ આ શાળાએ ખૂબ જ ઉત્તમ કામગીરી કરી છે. જેમાં કોરોનાની મહામારી પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવવાનો નિર્ણય આ શાળા દ્વારા કરવામાં આવ્યો છે.

આ બાબતે વિદ્યાકુંજ અને વિદ્યાદીપ સ્કૂલના ટ્રસ્ટી મહેશ પટેલ અને મુકુંદ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર બાળક અંગ્રેજી અને હિન્દી માધ્યમની સ્કૂલમાં જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેની ફી લેવામાં આવશે નહીં.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ અને વિદ્યાદીપ સ્કૂલના સંચાલકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોરોનાની મહામારી વચ્ચે જે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હશે તેમને અંગ્રેજી અને હિન્દી માધ્યમની સ્કૂલમાં ધોરણ-12 સુધી ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. સાથે જ એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, છેલ્લા બે વર્ષથી જે મા-બાપના ઘરે બે દીકરીઓ છે તેમાં બીજી દીકરીને પણ ફીમાં 50 ટકાની રાહત આપવામાં આવશે. શાળા સંચાલકોના નિર્ણયને વાલીઓએ પણ આવકાર્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે વાલીઓએ જ્યારે શાળા સંચાલકો સામે ફી ઘટાડવાની માગ કરી હતી ત્યારે કેટલીક શાળાના સંચાલકોએ તો વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ પણ બંધ કર્યું હોવાના કિસ્સા સામે આવ્યા હતા પરંતુ આવા સંચાલકો એ સુરતની આ શાળાના ટ્રસ્ટીઓ પાસેથી કંઈક શીખ લેવાની જરૂર છે અને શિક્ષણમા બાળકોને રાહત આપીને તેમનું ભવિષ્ય ઘડવામાં વાલીઓને મદદરૂપ સંચાલકોએ થવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

NCERT પુસ્તકોમાં  થવા જઈ રહ્યો છે એક નવો ઐતિહાસિક ફેરફાર 

Vivek Radadiya

વેપાર ધંધા ખુલ્લા રાખવાનો સમય વધ્યો પણ રાત્રી કર્ફ્યૂમાં કોઈ ફેરફાર નહીં..

Abhayam

જુઓ:-ધોરણ 10ના પરિણામની ગણતરીના નિયમો..

Abhayam