Abhayam News
AbhayamNews

સુરત:કાપડ માર્કેટ GST વધારાના વિરોધમાં સજ્જડ બંધ…

કાપડ ઉદ્યોગમાં આગામી 1લી જાન્યુઆરીથી લાગુ થઇ રહેલા 12 ટકા GSTનાં વિરોધ આજે કાપડ માર્કેટ સજ્જડ બંધ રહ્યું હતું. 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવા ફોસ્ટા દ્વારા એલાન આપવામાં આવ્યું છે.

તો GST વધારાના વિરોધમાં વિવર્સ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. આ બંધમાં ડાઇંગ-પ્રિન્ટિગ મિલ, લુમ્સના કારખાના પણ જોડાયા હતા.

ડાઇંગ પ્રોસેસિંગ મિલો લાખોની સંખ્યામાં ચાલતા લુમ્સના કારખાના તમામ બંધ રહેતા વેપારીઓ અને ઉત્પાદકોની વચ્ચે એકતાનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

છૂટાછવાયા વેપારીઓ એકત્રિત થઈને જીએસટી કાઉન્સિલના નિર્ણયને લઈને કાળા વાવટા બતાવીને અને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલાક વિસ્તારોમાં થાળી વગાડીને વિરોધનો સુર વ્યક્ત કર્યો છે.

સુરતનો મૂળ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે અને સુરતમાં બનેલું કાપડ દેશ વિદેશમાં એક્ષ્પોર્ટ થાય છે. આ સાથે ભારતીય સેનાની વર્દી માટે પણ કાપડ સુરતથી સપ્લાય થાય છે.

ત્યારે સુરતનાં કાપડ માર્કેટ પર લાગુ કરવામાં આવેલા GSTના દર 5%થી વધારીને 12% કરવામાં આવશે છે. જેનો અમલ આગામી 1લી જાન્યુઆરીથી થશે.

જેને લઈ કાપડ વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને GST વધારવાના વિરોધમાં આજે ફોસ્ટા દ્વારા કાપડ માર્કેટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો સજ્જડ બંધ રહી હતી.

તમામ વેપારીઓ પોતાના એકતાની તાકાત બતાવી છે. ઘણી વખત સોશિયલ મીડિયાના ગ્રુપમાં પણ જીએસટીના મુદ્દે સતત વેપારીઓ વચ્ચે ખેંચતાણ દેખાતી હતી. કેટલાક વેપારીઓ સત્તા પક્ષના સમર્થનમાં દેખાયા તો કેટલાક વેપારીઓ પોતાનો વિરોધ નોંધાવતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વર્ક્ર ફ્રોમ હોમના નામે ગઠિયાએ લગાવ્યો 60 કરોડનો ચૂનો

Vivek Radadiya

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની

Vivek Radadiya

ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ

Vivek Radadiya