Abhayam News
AbhayamNews

સુરત ગેસ લીક કાંડ:સચિન GIDC પોલીસ સ્ટેશનના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ…

સચિન જીઆઈડીસીમાં કેમિકલ વેસ્ટથી છ નિર્દોષના મોતની ઘટનામાં પોલીસ કમિશનરે સચિન જીઆઇડીસી પીઆઈ અને સચિન પોલીસ મથકના એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.

જયારે લાંબા સમયથી સચિન જીઆઈડીસીમાં ફરજ બજાવતા અન્ય 14 પોલીસકર્મીની હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં બદલી કરી છે.

ઉપરાંત, પોલીસ કમિશનરે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા નવ એએસઆઈ અને પાંચ હેડ કોન્સ્ટેબલની બદલી હેડ ક્વાર્ટર અને ટ્રાફિક શાખામાં કરી છે.

સુરત નજીક આવેલી સચિન જીઆઈડીસીના રોડ નં.3 ઉપર ખાડીમાં ઝેરી કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી વેળા ફેલાયેલા ઝેરી ગેસને કારણે ગુંગળામણથી વિશ્વા પ્રેમ મીલના 6 કારીગરોના મોત અને 29 ને ગંભીર અસર થવાના પ્રકરણમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આજરોજ સચિન જીઆઇડીસી પીઆઈ જે.પી.જાડેજાને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે.

મુંબઈની કેમિકલ કંપની પાસેથી રૂ. 3.50 લાખ લઈ ઝેરી કેમિકલ સચિન જીઆઇડીસીમાં બેનંબરમાં નિકાલ કરવામાં કેમિકલ માફિયાઓના પાપે 6 લોકોના જીવ ગયા ગયા હતા. આ ઘટનામં શુક્રવારે ક્રાઇમબ્રાંચે 4 માફિયાઓને પકડી પાડયા છે.

જ્યારે સંગમ એનવાયરો પ્રા.લિ.ના બે ભાગીદારો નિલેશ અને મૈત્રીની હાલમાં ડીસીબીના અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.

મુંબઈની કંપનીએ વડોદરાની કંપનીને પ્રતિ લીટર રૂ. 14ના ભાવે 25 હજાર લિટર કેમિકલ નિકાલ કરવા કામ સોંપ્યું હતું. આ કંપનીના ભાગીદારે પ્રતિ લિટર રૂ. 4નો ખર્ચ પણ બચાવવા સચિન જીઆઇડીસીની ખાડીમાં કેમિકલ ઠાલવી દીધું હતું.

જયારે સચિન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિક્રમસિંહ ધાંધલની ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા સાથે મોબાઈલ ફોન પર અવારનવાર વાત થતી હોવાના પુરાવા મળતા તેને પણ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમદાવાદ:-હવે AMCની ટીમ ઘરે આવી વેક્સીનનું સર્ટિ.માગશે….

Abhayam

સારા તેંડુલકર બની ‘ડીપફેક’નો શિકાર

Vivek Radadiya

સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી

Vivek Radadiya