Abhayam News
AbhayamNews

સુરત:-આ સ્થળે પકડાઈ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી:- ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી…

સુરતમાં ફરીએકવાર નકલી રેમડેસીવીરની ફેક્ટરી પકડાઈ છે, એકતરફ પરિવારજનો પોતાના સબંધીનો જીવ બચાવવા આખા શહેરમાં ઇન્જેક્શન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે, ત્યારે બીજીબાજુ આવા અસામાજિક તત્વો નકલી ઇન્જેક્શન પધરાવીને લાખો લોકોના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા છે. સુરત શહેરના ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસીવીર ઇન્જેકસનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે.

થોડા દિવસ પહેલા મોરબી અને બે દિવસ પહેલા વડોદરામાં નકલી ઇન્જેક્શન પકડાયા હતા અને હાલ તેનું સીધ  કનેક્શન સુરતના ઓલપાડમાં આવેલા એક ગામમાં ખુલ્યું છે. જ્યાં એકસાથે હજારો નકલી ઇન્જેક્શન અને ખોખાને ખોખા મળી આવતા ચારેબાજુ ચકચાર મચી હતી.

હાલ મોરબી પોલીસ સહીત સુરત ક્રાઈમ બ્રાન્ચ આ બનાવ અને શોધખોળ કરી રહી છે. મોરબીથી શરુ થયેલ ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા છે. જાણવા મળ્યું છે કે, ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી ભરવામાં આવી રહ્યુ હતું. આવા સો બસ્સો નહિ પરંતુ એકસાથે હજારો ઇન્જેક્શન પકડાયા છે. સુત્રોએ જણાવ્યું છે કે, એકસાથે 5000 જેટલા ઇન્જેકશનો માર્કેટમાં આવ્યા છે. હાલ આ તમામ ઘટના અંગે અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

Related posts

શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ

Vivek Radadiya

BJP New Poster: BJPએ બદલ્યું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પોસ્ટર

Vivek Radadiya

ગુજરાતનું 1300 વર્ષ જૂનું પૌરાણિક મંદિર! 

Vivek Radadiya