Abhayam News
AbhayamNews

આટલા લોકો મહેશ સવાણીની હાજરીમાં AAPમાં જોડાયા:- અહિંયા ભાજપના ગઢમાં ગાબડું…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યુ છે. અલગ-અલગ જિલ્લા, તાલુકા અને શહેરના લોકો, સામાજિક અગ્રણી, ઉદ્યોગપતિ અને રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ જોડાયા પછી વધુને વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ડભોલી-સિંગણપોર વોર્ડમાં ત્રણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને 1 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી સાથે આ વોર્ડના 300 લોકો જોડાયા છે.

આ બાબતે AAPના સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ જણાવ્યું હતું કે, મહેશ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થયા પછી અનેક કાર્યકર્તા અને સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે ઉત્સુક છે. દંડ અને દંડાના ત્રાસથી ત્રાસીને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપમાં પણ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓનું સન્માન ન જળવાતું હોવાથી ઘણા સક્રિય કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સુરતની અલગ-અલગ સોસાયટીના લોકો હવે આમ અદામી પાર્ટીમાં પોતાની રીતે જોડાઈ રહ્યા છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હરિદર્શનના ખાડામાં રહેતા 300 કરતા વધુ લોકોએ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

મહત્ત્વની વાત છે કે, સુરતમાં ભાજપના કોર્પોરેટરોના વોર્ડની ઘણી સોસાયટીઓમાં લોકોને પ્રાથમિક સુવીધા ન મળતી હોવા મામલે સોસાયટીના લોકો સામેથી આમ આદમી પાર્ટીનો સંપર્ક કરીને આમ અદામી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અલગ-અલગ સોસાયટીના 800 કરતા વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા…

પણ આ આમ આદમી પાર્ટીમાં જે રીતે લોકો જોડાઈ રહ્યા છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે, લોકોએ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સ્વિકારી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો

Vivek Radadiya

 સુરત ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો

Vivek Radadiya

જાણો:-ગુજરાતની પહેલી મહિલા IPSની રસપ્રદ કહાની ..

Abhayam