Abhayam News
News

સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના આટલા સભ્યો આપમાં જોડાયા….

  • પ્રાથમિક સુવિધાના અભાવે લોકો આપ તરફ વળ્યાં.
  • સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના થી વધુ આપમાં જોડાયા.
  • વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત.
  • શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે.

સુરતના સચીન વિસ્તારમાં આવેલી શિલાલેખ સોસાયટીના 200થી વધુ રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં આપનો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થઇ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સતત કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતાં હોવાની ફરિયાદ સાથે તેઓ આપમાં જોડાયા છે.

શિલાલેખ સોસાયટીના રહીશોને પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડી શકતું નથી. સોસાયટીના લોકો વર્ષોથી પ્રાઇવેટ બોરિંગનો ઉપયોગ કરી રહ્યા છે. બોરિંગનું પાણી પણ ખૂબ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પડી રહી છે.

શિલાલેખ સોસાયટીમાં રહેતા જયદીપ રાબડીયા એ જણાવ્યું કે ભાજપના નેતાઓ અમારી સાથે અન્યાય કરી રહ્યા છે. કોર્પોરેશનની સત્તા પર બેઠેલા ભાજપ પક્ષ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મીઠા પાણી અમારી સોસાયટી ને મળશે તેવું ચૂંટણી પહેલાં તેમણે વાયદો આપ્યો હતો અને તે સમયે 15થી 20 ફૂટ જેટલું ખોદીને મીઠા પાણીના પાઇપલાઇન માટેના પાઇપ પણ ત્યાં મૂકી દીધા હતા પરંતુ આ શાસકોને મત મળી ગયા બાદ તે કામ આગળ વધ્યું નથી પણ એમને એમ છેલ્લા ઘણા વર્ષોથી પડ્યા છે છતાં પણ કામગીરી કરવામાં આવી રહી નથી. અમારી સોસાયટીમાં 2500 કરતાં વધારે લોકો રહે છે પરંતુ હાલ અમે 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનો હત્યારો કેનેડામાં જ છુપાયો છે

Vivek Radadiya

સુરત :: શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્યનો દારૂનો વિડીયો વાયરલ, AAP ના સભ્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ

Abhayam

રેમડેસિવિરના કાળાબજાર: સુરતમાં ઈન્જેક્શન બ્લેકમાં વેચતા ડોક્ટર સહિત ચાર ઝડપાયા, એક ડોક્ટર વોન્ટેડ

Abhayam