Abhayam News
AbhayamNews

SMC:-શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વર્ષ 2022-23 માટે રૂપિયા આટલા કરોડના બજેટને મજુરી આપવામાં આવી છે.

SMCની સ્કૂલોને CC કેમેરાથી સજ્જ કરાશે, વાઇફાઇ સાથે ક્લાસમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ..

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં  વર્ષ 2022-23 માટે રૃા. 615.75 કરોડના બજેટને ંમજુરી આપવામાં આવી છે.  કોરોના કાળ બાદ રજુ કરવામાં આવેલા બજેટમાં શાળા અને વિદ્યાર્થીઓની સલામતી માટે તમામ શાળાને સીસી કેમેરાથી સજ્જ કરવા સાથે તમામ શાળામાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને દરેક ક્લાસમાં વાઈફાઈ મળે તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત મ્યુનિ. વિસ્તારની શાળાને મોડલ શાળા બનાવવા માટે રૃા. 25 કરોડની જોગવાઈ કરવા સાથે વિદ્યાર્થીઓમાં રહેલી ખુબી બહાર કાઢવા માટે સ્કીલ ડેવલપમેન્ટ પર પણ બજેટમાં ભાર મુકવામા ંઆવ્યો છે.

અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓના વાલીઓ અકસ્માતમાં મોત થાય તો તેમના માટે વિમો ઉતરાવવા માટે બજેટમાં 1.50 કરોડની જોગવાઈ કરવા માટે દરખાસ્ત કરી હતી. સ્કૂલમાં ફર્સ્ટ એઇડ બોકસ મુકવા જોગવાઇ કરવાની માંગણી કરાઇ હતી તે પણ સ્વીકારાઇ હતી. 

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સમિતિની દરેક શાળાને સીસી કેમેરાથી સજ્જ કરવા માટે બજેટમાં રૃા.૨ કરોડની જોગવાઇ કરાઇ છે. વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભા બહાર લાવવા સ્કીલ ડેવલપમેન્ટમ ાટે રાૃ.૨ કરોડ અને સ્માર્ટ સ્કૂલની સંખ્યા વધે તે માટે બજેટમાં રૃા.૨૫ કરોડની જોગવાઇ કરાઇ છે.

આજની સામાન્ય સભામાં શાસનાધિકારી વિમલ દેસાઈ દ્વારા રૃા. 614.16 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી ધનેશ શાહે સામાન્ય સભાની શરૃઆતમાં સેનાના બિપિન રાવત અને તેમની સાથે સેનાના અન્ય સૈનિકો શહિદ થયાં હતા

તે અને ગુજરાતના ધારાસભ્ય આશાબેન પટેલના મૃત્યુ બદલ શોક દર્શક ઠરાવ કરીને શ્રધ્ધાંજલી આપી સભા શરૃ કરાઇ હતી.

આ બજેટમાં બાળકોને એક જોડી યુનિફોર્મ માટે રૃા.11 કરોડ અને બુટ-મોજા માટે રૃા.4.20 કરોડની જોગવાઇ થઇ છે. પહેલીવાર દરેક સ્કૂલમાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવા નિર્ણય લેવાયો છે અને તે માટે રૃા.1 કરોડની જોગવાઇ કરાઇ છે. 

સાથે તમામ્ સ્કુલમાં ઈન્ટરનેટની સુવિધા ઉભી કરવા ઉપરાંત હાઈ સ્પીડ ઈન્ટરનેટ સાથે દરેક વર્ગખંડમાં વાઈફાઈ મળે તે માટે  રૃા.25 લાખની જોગવાઈ થઇ છે.  ચર્ચાના અંતે બજેટમાં સુધારા વધારા સાથે રૃા. 615.75 કરોડના બજેટને મંજુરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ABG શિપયાર્ડ સામે CBIમાં FIR:-28 બેંકો સાથે રૂપિયા આટલા કરોડની ઠગાઈની ફરિયાદ…

Abhayam

ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણી આપશે રાજીનામુ

Vivek Radadiya

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા આવ્યા વતનના લોકોની વ્હારે,કોરોનાકાળમાં શું કરી મદદ?

Abhayam

1 comment

Comments are closed.