Abhayam News
AbhayamNews

જુઓ જલ્દી:-અમદાવાદની આ કંપનીમાં ભીષણ આગ..

અમદાવાદમાં મોડી રાત્રે સૈજપુર બોઘા રોડ પર એક કંપનીમાં આગની ઘટના બનવા પામી હતી. ઘટનાની જાણ અમદાવાદ ફાયર વિભાગને થતા ફાયર કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા માટે 5 કલાક કરતાં પણ વધારે સમય ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આગ પર કાબૂ મેળવ્યા બાદ કંપનીની અંદર તપાસ કરતા કંપનીમાં રહેલુ રો મટીરીયલ, મશીનરી, તૈયાર થયેલો માલ, ઈલેક્ટ્રીક વાયરીંગ આગમાં બળી ગયું હતું. આ ઉપરાંત ફેક્ટરીની ઇમારતને પણ નુકસાન થવા પામ્યુ હતું.

આ સમગ્ર ઘટનાને લઇને ફાયર ઓફિસર મનીષ મોડે જણાવ્યું હતું કે, નરોડાની એનોમ એક કંપનીમાં આગ લાગી હતી અને રાત્રે 3 વાગ્યે આ બાબતે કોલ મળ્યો હતો. આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે 30 જેટલા વાહનોની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઇન્ક બનાવતી કંપનીમાં સોલવન્ટ અને કેમિકલ વધારે હોવાથી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને આગ લાગવાનું કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવી રહી છે. સાથે જે કંપનીમાં આગ લાગે છે તેમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદના નરોડા સૈજપુર બોઘા રોડ પર આવેલી ઇન્ક બનાવતી કંપનીમાં રાત્રે ત્રણ વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરના જવાનોએ તાત્કાલિક ફેક્ટરીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયરનું આ ઓપરેશન 5 કલાક કરતા વધુ સમય સુધી ચાલ્યુ હતું અને આ ઘટનામાં ઓઢવ ફાયર સ્ટેશનના ત્રણ ફાયર ફાયટરો દાઝી જવાના કારણે તેમને અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

5 કલાકની ભારે જહેમત બાદ કંપનીમાં લાગેલી આગ કાબુમાં આવતા ફાયર ફાયર ફાયટરોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ કંપનીમાં આગની ઘટના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આજુ બાજુની બિલ્ડીંગમાં આગ ન ફેલાય તે માટે ફાયર વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી અને 5 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન….

Abhayam

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

Vivek Radadiya

ગૃહમંત્રીનું રાજીનામું: હવે પાટીલ સંભળાશે ગૃહમંત્રીનો પદભાર- જાણો જલ્દી…

Kuldip Sheldaiya