Abhayam News
AbhayamNews

ચંદ્ર ગ્રહણ શરૂ જુઓ સુંદર નજારો, ફોટોઝ અને વીડિયો..

ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના તો છે જ, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનું ખૂબ જ મહત્ત્વ છે. કાશીના જાણીતા પંડિતે આ ચંદ્ર ગ્રહણને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. તેમણે કહ્યું કે, આ ચંદ્ર ગ્રહણથી ભૌગોલિક ઉથલ-પાથલ મચી શકે

timeout.com

26 મે, 2021 એટલે કે આજે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ શરૂ થઈ ચુક્યુ છે. આજનું ચંદ્ર ગ્રહણ ઘણા અર્થમાં ખૂબ જ ખાસ છે. આજે સુપરમૂન, બ્લડ મૂન અને પૂર્ણ ચંદ્ર ગ્રહણની ઘટનાઓ એક સાથે થશે. છેલ્લાં છ વર્ષોમાં સુપરમૂન અને પૂર્ણ ચંદ્રગ્રહણ એક સાથે નથી થયા. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત અને અમેરિકામાં દેખાશે. આ પ્રશાંત, એટલાન્ટિક અને હિંદ મહાસાગરના કેટલાક હિસ્સાઓમાં પણ દેખાશે. આ ચંદ્ર ગ્રહણ બપોરે 2 વાગીને 17 મિનિટે શરૂ થઈ ગયું છે અને સાંજે 7 વાગીને 19 મિનિટે પૂર્ણ થશે.

પૂર્વી વિજ્ઞાન મંત્રાલયની એક રીલિઝ અનુસાર, બુધવારે પૂર્ણ ચંદ્ર ગ્રહણ થશે અને તે ભારતના પૂર્વોત્તર રાજ્યોના કેટલાક હિસ્સાઓ, પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સાઓ, ઓડિશાના કેટલાક હિસ્સાઓ અને આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પરથી કેટલાક સમય માટે દેખાશે. 21 જાન્યુઆરી, 2019 બાદ પહેલીવાર પૂર્ણ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. ભારતના મોટાભાગના હિસ્સાઓમાં ચંદ્ર ગ્રહણ ના દેખાવાને કારણે સૂતક માન્ય નથી..

ભારતમાં ચંદ્રોદય બાદ, ગ્રહણના આંશિક ચરણની સમાપ્તિ ભારતના ઉત્તરપૂર્વી હિસ્સાઓ (સિક્કિમને છોડીન), પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સાઓ, ઓડિશાના કેટલાક તટીય હિસ્સાઓ અને આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ પરથી દેખાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાત યાસના કારણે ગ્રહણ દેખાવાની સંભાવના ઓછી થઈ શકે છે. ગ્રહણના આંશિક ચરણ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગીને 15 મિનિટથી શરૂ થઈને સાંજે 6 વાગીને 23 મિનિટે પૂર્ણ થશે. આ ચંદ્ર ગ્રહણની પૂરી અવધિ 5 કલાક 2 મિનિટ હશે. આંશિક ચંદ્ર ગ્રહણની અવસ્થા 2 કલાક 53 મિનિટ રહેશે. જ્યારે પૂર્ણ ચંદ્ર ગ્રહણની અવધિ 14 મિનિટ રેહેશે.

સૂર્યની પરિક્રમા દરમિયાન જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે, તો ચાંદ ધરતીની છાયાથી છૂપાઈ જાય છે. આ દરમિયાન સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એકબીજાની એકદમ સીધી લાઈનમાં હોય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવી જાય છે, તો તેની છાયા ચંદ્રમા પર પડે છે. આ દરમિયાન જ્યારે આપણે ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ, તો તે ભાગ આપણને કાળો દેખાય છે. આ કારણે તેને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

આજના ચંદ્રને સુપર બ્લડ મૂન નામ આપવામાં આવ્યું છે. આજે પૂર્ણ ચાંદ ધરતીની સૌથી નજીકના બિંદુ પર હશે, આથી રોજ દેખાતા ચંદ્ર કરતા તે આજે મોટો દેખાશે. આજે પૂર્ણ ચંદ્ર ગ્રહણ પણ છે, આથી તેનો રંગ લાલ દેખાશે. પૃથ્વી ચંદ્ર પર પડનારા સૂર્યના કિરણોને રોકી લે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમયની વચ્ચે થયેલી લાલ કિરણો પૃથ્વીના વાતાવરણથી થતા ચંદ્રની સપાટી સુધી પહોંચી જાય છે. આથી, ગ્રહણ દરમિયાન ચંદ્ર આપણને લાલ દેખાય છે. તેને જ બ્લડ મૂન કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વીજળી પડતા બાળકનું મોત

Vivek Radadiya

સાયકલ શેરિંગ પ્રોજેક્ટની નીકળી હવા…

Abhayam

સિલ્કયારા ટનલ ઓપરેશન

Vivek Radadiya