Abhayam News
AbhayamSports

ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મોકૂફ:-ભારતીય ટીમનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ..

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલ શ્રીલંકા પ્રવાસે છે. કૃણાલ પંડ્યા કોરોનાની ઝપટમાં આવતા ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મોકૂફ રખાઇ છે. બંને ટીમના ખેલાડીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.

બાકીના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો બાકીના તમામ ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો બુધવારે બીજી ટી-20 મેચ રમાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે અને છેલ્લી મેચ ગુરુવારે 29 જુલાઈના રોજ રમાશે.

ભારતીય અને શ્રીલંકાની બંને ટીમો બાયો બબલમાં છે અને ખેલાડીઓને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ અલગ કરવામાં આવશે. અગાઉ, ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણી ઘરની ટીમના શિબિરમાં કોવિડ -19 કેસને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસથી પાછા ફર્યા બાદ શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જી ટી નિરોશને પોઝિટીવ આવ્યા હતા.

તાજેતરમાં જ 22 જુલાઇના વેસ્ટઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ કોરોનાને પગલે કેન્સલ કરાઈ હતી. બીજી વનડે મેચમાં ટોસ બાદ જેવો કોરોનાનો કેસ સામે આવ્યો તો બંને ટીમોમાં હડકંપ મચી ગયો હતો. પ્રથમ બોલ ફેંકાયાના સમયમાં જ મેચ રદ કરી દેવામાં આવી હતી.ભારત અને શ્રીલંકાની સીરીઝની વાત કરો તો આજે બીજી ટી -૨૦ ની બીજી મેચ રમાવાની હતી. સાંજે સાત વાગ્યે ટોસ થવાનો હતો અને મેચ 8 વાગે શરૂ થવાની હતી. સીરીઝની છેલ્લી ટી -20 29 જુલાઇ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરિઝનો ચાર ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે અને તે પહેલાં ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમના ત્રણ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા બાદ નવા ચહેરાઓને ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકામાં ટી-20 સિરિઝ રમી રહેલા પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવને આ સિરિઝ માટે તેડું મોકલવામાં આવ્યું છે. કારણ કે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ઝડપી બોલર આવેશ ખાન અને ઓપનર શુભમન ગિલ ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે.

સુંદરને આંગળીમાં અને આવેશ ખાનને અંગૂઠામાં ઈજા થઈ છે. જ્યારે શુભમન ગીલને પગમાં ઈજા પહોંચી છે. તેમના રિપ્લેસમેન્ટ તરીકે હવે સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને મોકો મળ્યો છે. ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સિરિઝ રમવાની છે. જેની પહેલી મેચ 4 ઓગસ્ટથી ટેન્ટ બ્રિજમાં શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:- શહેરમાં જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં,કમિશનરનો આદેશ…

Abhayam

સૂર્ય કુમાર યાદવ ફેમિલી ટ્રી

Vivek Radadiya

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam