Abhayam News
AbhayamNews

કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું…

16 May, 2021

  • યુથ ફોર પીપલ્સ ટીમના 20થી વધુ સ્વયસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું.
  • નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ મોટા પાયે સફાઈ કામગીરી કરવામાં આવી.
  • કોર્પોરેશન દ્વારા તમામ સહયોગ પુરો પાડવાની ખાત્રી આપી.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, નર્સિગ એસોસિયેશનના પ્રમુખ કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ તથા નગરસેવક હિમાશું રાહુલજી ઉપસ્થિત રહ્યા

યુથ ફોર પીપલ્સ ટીમના 20થી વધુ સ્વયસેવકો દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ મોટા પાયે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, યુથ ફોર પીપલ્સ ટીમના રાહુલ ઠાકુર તથા સન્ની રાજપુત દ્વારા દર્દીઓના સગા-સંબધિઓને કોઈ અગવડતા ન પડે તે માટે પ્લાસ્ટીકના કચરા સહિત, ઝાંડી ઝાખરાનીની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ વેળાએ પરેશ પટેલે સિવિલ હોસ્પિટલના અધિકારીઓને સ્વચ્છતાથી લઈ કોઈ પણ બાબતે મુશ્કેલી જણાય તો કોર્પોરેશન દ્વારા તમામ સહયોગ પુરો પાડવાની ખાત્રી આપી હતી.

તેમણે હેલ્પ ડેસ્ક, ઓકિસજન પ્લાન્ટની મુલાકાત લઈને કોવિડ હોસ્પિટલની આસપાસ રસ્તાઓનું લેવલિંગ કરવાની અધિકારીઓને સુચના આપી હતી. દર્દીઓના સગા-સંબધિઓને બેસવા માટે 50 જેટલી ખુરશીઓ મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ આ વેળાએ ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, નર્સિગ એસોસિયેશનના પ્રમુખ કિરણ દોમડીયા, દિનેશ અગ્રવાલ તથા નગરસેવક હિમાશું રાહુલજી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસર

Vivek Radadiya

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ….

Abhayam

એમ્બ્રોડરી જોબવર્ક ક્ષેત્રની સમસ્યાને લઈને તેજસ સંગઠનની ભાજપા પ્રદેશ પ્રમુખને રજુઆત .

Abhayam