કેક પર દારૂ રેડીને આગ લગાડી ‘જય માતાજી’ બોલવું રણબીર કપૂરને પડ્યું ભારે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રિસમસ સેલિબ્રેટ કરતા અભિનેતાનો વીડિયો વાયરલ થયા બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મામલે FIR નોંધવામાં આવી નથી.
કેક પર દારૂ રેડીને આગ લગાડી ‘જય માતાજી’ બોલવું રણબીર કપૂરને પડ્યું ભારે
વીડિયો વાયરલ
વાસ્તવમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ક્રિસમસ સેલિબ્રેટ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કેક પર શરાબ રેડતા અને ‘જય માતા દી’ કહેતા જોવા મળે છે. આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા. આ વીડિયોને લઈને સંજય તિવારીએ પોતાના વકીલ આશિષ રાય અને પંકજ મિશ્રા મારફતે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે