Abhayam News
AbhayamNews

જન અધિકાર મંચ ના નેતા રામ થયા હવે આમ આદમી પાર્ટીના:-AAP માં વધુ એક યુવા ચહેરા ની એન્ટ્રી..

ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે. અલગ-અલગ શહેર અને ગામમાંથી સામાજિક આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ રહ્યા છે.

27 જૂન રવિવારના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જ્યારે સુરતની મુલાકાતે આવ્યા હતા તે સમયે સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મહેશ સવાણી બાદ જન અધિકારી મંચના લડાયક નેતા પ્રવીણ રામ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રવીણ રામે જૂનાગઢના મનોરંજન સર્કીટ હાઉસ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 27 જૂન, રવિવારના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જ્યારે સુરતની મુલાકાતે આવ્યા હતા તે સમયે પ્રવીણ રામે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારે જ અટકળો તેજ બની હતી કે, પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે

મહત્ત્વની વાત છે કે, પ્રવીણ રામ ગુજરાતનો એક જાણીતો ચહેરો છે અને તે જન અધિકાર મંચના પ્રમુખ છે. પ્રવીણ રામની લડતના કારણે ગુજરાતના લાખો પરિવારોને ફાયદો થયો હતો.

પ્રવીણ રામના આમ આદમી પાર્ટીમાં જોડાવાના કારણે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીને પણ મોટો ફાયદો થઇ શકે છે.

પ્રવીણ રામ છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં યુવાનો, ખેડૂતો, સરકારી કર્મચારીઓ, આશા વર્કર માટે હંમેશાં અવાજ ઉઠાવતા રહ્યા છે. પ્રવીણ રામે સૌપથમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે લડત ચલાવીને ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા 6000 મેડિકલ સ્ટોર્સને બંધ કરાવ્યા હતા.

માત્ર આંદોલન જ નહીં પણ જ્યારે-જ્યારે ગુજરાત પર આફત આવે છે ત્યારે પ્રવીણ રામ દ્વારા સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. અમરેલીમાં પૂરની સ્થિતિ સમયે પણ પ્રવીણ રામની ટીમ કામે લાગી હતી. પ્રવીણ રામ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે લોકોને ઓક્સિજનની બોટલોનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત છે કે, આંદોલનકારી પ્રવીણ રામના કાર્યોની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારત નંબર 1 પર પોતાનું સ્થાન બનાવી લીધું છે.

Vivek Radadiya

વડાપ્રધાન મોદી ફરી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ

Vivek Radadiya

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર

Vivek Radadiya

26 comments

Comments are closed.