Abhayam News
AbhayamNews

રાકેશ ટિકૈત એ કહ્યું હવે એક જ શરત પર ખેડૂતો પાછા પડશે..

એક તરફ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે .તો બીજી બાજુ દિલ્હી બોડર પર ખેડૂતો છેલ્લા ૬ મહિનાથી ધરણા પર બેઠેલા છે .ન ખેડૂતો હટવા તૈયાર છે.ન સરકાર હટવા તૈયાર છે.ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ફરી એક વખત કહી દીધું કે જ્યાં સુધી ખેડૂતો દિલ્હી સરહદેથી હટશે નહી અને ઘરે પાછા નહી જાય..

રાકેશ ટિકૈતે સરકારને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવી દેશે. તેમણે કહ્યું હતું કે, ‘દેશભરમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર, ક્યાંય કોઈ પણ ખેડૂત સામે કેસ નોંધાશે તો આંદોલનને દેશવ્યાપી ધાર આપવામાં આવશે.’

રાકેશ ટિકૈતે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ખેડૂતો દિલ્હીની સરહદને છોડવાના નથી, ખેડૂતો એક જ શરતે પાછા ફરશે, ત્રણેય કાયદા રદ્દ કરી દો અને એમએસપી પર કાયદો બનાવી દો.’

અગાઉ તેમણે કહ્યું હતું કે, ‘આંદોલન જ્યાં સુધી કરવું પડે, આંદોલન માટે તૈયાર રહેવાનું છે, આ આંદોલનને પણ આપણા પાકની જેમ સીંચવાનું છે, સમય લાગશે. હિંસાનો સહારો લીધા વગર જ લડતા રહેવાનું છે. રોટી તિજોરીની વસ્તુ ન બને તે માટે ખેડૂતો 6 મહિનાથી રસ્તા પર પડ્યા છે, અમે ભૂખનો વેપાર નહીં થવા દઈએ અને આંદોલનનું કારણ પણ આ જ છે. આંદોલન લાંબુ ચાલશે, કોરોના કાળમાં કાયદો બની શકે છે તો રદ્દ શા માટે ન થઈ શકે.'(સોર્સ:-ગુજરાત સમાચાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

મોહમ્મદ શમી અર્જુન એવોર્ડથી સન્માનિત

Vivek Radadiya

સુરત :-રૃપે સિવિલને ત્રીજી લહેરની અગમચેતી 100 ઓક્સિજન જનરેટર મોકલાયા…

Abhayam

ગોધરા કાંડના 21 વર્ષ બાદ 95 સાક્ષીઓની સુરક્ષા હટી

Vivek Radadiya