Abhayam News
AbhayamNews

રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ કરી નાખ્યું આ મોટું કામ…

રાકેશ અસ્થાનાને દિલ્હીનાં કમિશનર બનાવવામાં આવ્યા છે. હવે સ્વતંત્રતા દિવસને ગણતરીનાં દિવસ બાકી છે. તેથી 15મી ઓગસ્ટની સુરક્ષાને લઈને અસ્થાનાએ તાબડતોબ બેઠક બોલાવી હતી અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. લાલ કિલ્લા પરથી પીએમ મોદીના સંબોધનને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે.

રાકેશ અસ્થાના 1984ની બેચના IPS ઓફિસર છે. તેમણે CBIના સ્પેશીયલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી. જેમાં તે સમયના CBIના નિયામક અલોક વર્મા સાથે તેમનો વિવાદ બહુ જ પ્રચલિત બન્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.

દિલ્હીમાં થયેલા આંદોલનો અને તે આંદોલનો દરમિયાન અનેક વાર કાયદો અને વ્યવસ્થા બગડી હોવાની સ્થિતિ જોવા મળી હતી. હાલ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. સ્થિતિ બેકાબૂ ન બને તે માટે અસ્થાનાએ બેઠક બોલાવી હતી. જેમાં અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે.

સુરતનાં પૂર્વ પોલીસ કમિશનર અને CBIનાં પૂર્વ સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને દિલ્હીમાં પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર બનતાની સાથે જ 15મી ઓગષ્ટને લઇને તેણે એક તાબડતોડ બેઠક બોલાવી હતી. જેમાં પીએમ મોદીની સુરક્ષાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરત શહેરમાં તે સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર રહી ચૂક્યાં છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા..

વર્ષ 2020માં રાકેશ અસ્થાનાની નિમણૂક BSFના DG પદે કરાઈ હતી. આ સાથે તેમને NCBના DG તરીકેનો પણ વધારાનો ચાર્જ પણ હતો. તે અગાઉ તેઓ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના DG નો ચાર્જ સંભાળી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Vivek Radadiya

ગુજરાતમાં આ તારીખ થી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન…

Abhayam

ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાના નામે 40 યુવકો પાસેથી એક કરોડની રકમ ખંખેરનારી ગેંગ પકડાઈ…

Abhayam

1 comment

Comments are closed.