Abhayam News
AbhayamNews

ડિજિટલ ટિકિટમાં રાજકોટ એસટી વિભાગ મોખરે

Rajkot ST division tops in digital tickets

ડિજિટલ ટિકિટમાં રાજકોટ એસટી વિભાગ મોખરે Rajkot: છેલ્લા 15 દિવસમાં 31 હજાર મુસાફરોએ UPI પેમેન્ટ કરી 40 લાખની ટિકિટ બુક કરાવી હતી

Rajkot ST division tops in digital tickets

ડિજિટલ ટિકિટમાં રાજકોટ એસટી વિભાગ મોખરે

રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ બસ સ્ટેશનમાં મુસાફરો ડિજિટલ પેમેન્ટ થકી ટિકિટ ખરીદી શકે તે માટે યુપીઆઇની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટનું એસટી વિભાગ રાજ્યનું પ્રથમ ડિવિઝન બન્યું છે કે જ્યાં તમામ બસ સ્ટેશન પર મુસાફરો UPI પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે. જ્યાં છેલ્લા 15 દિવસમાં 31 હજાર મુસાફરોએ UPI પેમેન્ટ કરી 40 લાખની ટિકિટ બુક કરાવી હતી. ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે શરૂ થયેલી આ સુવિધાને મુસાફરોએ વધાવી લીધી છે.      

Rajkot ST division tops in digital tickets

રાજકોટ સહિત રાજ્યભરમાં એસટી બસમાં મુસાફરી કરતા સમયે મુસાફરો અને કંડકટર વચ્ચે ટિકિટ લેવા સમયે છુટ્ટા બાબતે રકઝક થતી હતી. જોકે, હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવતા જે મુસાફરોને ટિકિટના પૈસા છૂટ્ટા ન હોય તો તેવા મુસાફરો પોતાના મોબાઈલથી યુપીઆઇ પેમેન્ટ કરી ટિકિટ લઈ શકે છે.રાજકોટ એસટી બસ સ્ટેશન પરથી દરરોજ 500 જેટલી ટ્રીપનું સંચાલન થઈ રહ્યું છે. દરરોજની 50 લાખથી વધુની કમાણી થઈ રહી છે. ત્યારે તેમાં સૌથી વધુ લોકો યુપીઆઇ પેમેન્ટથી ટિકિટ લે તે જરૂરી છે.                                         

Rajkot ST division tops in digital tickets

તાજેતરમા જ રાજકોટ એસટી વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં 38 જેટલા ટિકિટ વિનાના મુસાફરોને પકડી પાડવામાં આવ્યા હતા. એસટી તંત્રના વિજિલન્સ વિભાગે બસોમાં અચાનક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટિકીટ વિના મુસાફરી કરનારા 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ટિકીટ વિના પકડાયેલા મુસાફરો પાસેથી કુલ 16 હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો

દિવાળીના તહેવારોને રાજકોટ એસટી વિભાગને ફળી હતી. એક સપ્તાહમાં ૫ કરોડ ૬૦ લાખ રૂપિયાની આવક થઇ હતી. ૧૫૦ જેટલી એક્સ્ટ્રા બસ થકી ૫૫ લાખ રૂપિયાની આવક થઇ હતી. દરરોજ ૩ લાખ રૂપિયાનું UPI થકી આવક થઇ હતી. એક્સ્ટ્રા બસોનો ૩૭૦૦૦ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત :: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટિનેન્ટ, જાણો સંપૂર્ણ સ્ટોરી..

Abhayam

 3 ભારતીય બેટ્સમેન સેન્ચુરી

Vivek Radadiya

રાજસ્થાનના CM કરતાં અમીર છે ડેપ્યુટી CM દિયા કુમારી, જાણો કેટલી છે સંપત્તિ

Vivek Radadiya