Abhayam News
AbhayamNews

લાઇસન્સ વિના કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર સેનેટાઇઝર સહિતના કેમિકલયુક્ત લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ…

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટેની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે.

જેથી આગામી દિવસોમાં હવે કરિયાણાની દુકાનમાં લાઇસન્સ વિના ઘર વપરાશના ફિનાઈલ કે કેમિકલ ધરાવતા લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.

ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચર એસોસિયેશનના નેશનલ પ્રેસિડન્ટ વિરંચી શાહે જણાવ્યું કે લોકહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકો ગેરમાર્ગે નહિં દોરાય અને સારી ગુણવત્તા વાળી પ્રોડક્ટ મળી રહેશે.

કેન્દ્ર સરકારે કોસ્મેટિક એન્ડ ડ્રગ્સ એક્ટ 1945માં એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ એક્ટમાં અલગ અલગ દવાના ઉપયોગ અને તેના મહત્ત્વ પ્રમાણે A લઈને X સુધી વિભાજન કરવામાં આવ્યું છે.

જે સંદર્ભે સેનેટાઇઝર, હાર્પિક, લાઈઝોલ વેગરે જેવા કેમિકલયુક્ત લિક્વિડનો સમાવેશ શિડ્યુલ Kમાં કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદનની સાથે-સાથે તેના વેચાણ માટે પણ ધારાધોરણ પ્રમાણે લાયસન્સ ધારક દુકાનદાર જ વેચાણ કરી શકશે.

આ બાબતે દિવ્યભાસ્કર સાથે વાત કરતા ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મોન્ટુ કુમાર પટેલે જણાવ્યું કે મેડિકલ સ્ટોર અથવા તો લાઇસન્સ ધરાવતા દુકાનદાર જ ઘર ઉપયોગી ડિઝાઇન્ફેકટર કેમિકલનું વેચાણ કે ઉત્પાદન કરી શકશે.

ભવિષ્યમાં કરિયાણાની દુકાન પર ડેટોલ અથવા તો સેનેટાઇઝર, ઉપરાંત રોજિંદા જીવનમાં ઘર વપરાશ એટલે કે સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ જોવા ન મળે તો નવાઈ નહીં! સામાન્ય રીતે બજારમાં જોવા મળતી કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોરમાંથી ઘર વપરાશમાં ઉપયોગ થતા કેમિકલના વેચાણ પર નિયંત્રણ લાવવાની દિશામાં કાર્યવાહીની શરૂઆત કરી છે.

જે સંદર્ભે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1994માં સુધારો કરીને ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત લિક્વિડને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

Abhayam

જાણીને ચોકી જશો :-આ વિસ્તારના ધારાસભ્ય એ પોતાની ગ્રાંટ માંથી દરેક તાલુકા દીઠ આટલા લાખ રૂપિયા કોરોના દર્દીની સેવામાં ફાળવ્યા…

Abhayam

કીવી સ્ટાર ડેરિલ મિશેલને લાગી લૉટરી

Vivek Radadiya