Abhayam News
AbhayamNews

પેપરલીક કેસઃ જયેશ પટેલ મુખ્ય આરોપી ઝડપાયો,પેપરલીક જાણો કઈ રીતે કર્યું હતું..

પેપરલીક કાંડને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સાંબરકાંઠા SPએ આ મામલે એક મોટો ખુલાસો કરી દીધો છે. આ કેસના મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે પેપરલીક કેસમાં મોટો વળાંક સામે આવે એવી પૂરી શક્યતાઓ છે.

આ કેસમાં અગાઉ 10 વ્યક્તિઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં કાયેદસરની ફરિયાદ થઈ છે. પોલીસ ફરિયાદ અનુસાર, જયેશ પટેલે કોઈkની મદદથી પેપરની નકલ લઈ લીધી હતી. જે તેણે ઉંછા ગામના જસવંત પટેલ તથા પુત્ર દેવલ પટેલને આ કોપી આપી હતી.

એ પછી દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈ ગયો હતો. આ દરમિયાન એમના મોબાઈલ પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. એ પછી જુદા જુદા વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાયા. પરીક્ષા પૂર્ણ થતા એમને મોબાઈલ આપી દેવામાં આવ્યા.

જ્યારે જયેશ પટેલની પૂછપરછ કરવામાં આવી ત્યારે અન્ય બે વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા હતા. ગાંધીનગર ક્રાઈમ બ્રાંચની ટીમે જયેશ પટેલને પકડી પાડ્યો છે. હવે એના રીમાન્ડ મેળવવામાં આવશે. હાલમાં એની વધુ પૂછપરછ ચાલુ છે.

એક ગાડી કબ્જે કરવામાં આવી છે. પરીક્ષા મુદ્દે રૂ.12 લાખની ડીલ થઈ હોવાનું પણ પોલીસ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. ગાંધીનગર સેન્ટરમાં જઈને પરીક્ષા પણ આપી હતી. આ સિવાય રોનક પટેલ નામના વ્યક્તિએ પ્રશ્નપત્ર ઉકેલી નાંખ્યું હતું.

એવું સાંબરકાંઠા SP નીરજ બડગુજરે મીડિયા સમક્ષ કહ્યું હતું. આગળની ડીલ અનુસાર, જયેશ પટેલે પેપર આપ્યું હતું. કુલદીપના ઘરે ચારથી પાંચ પરીક્ષાર્થીઓ હતા. એમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે. કુલદીપની પણ ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી હતી.

જયેશ પટેલે પેપરની એક નકલ હિંમતનગરના દર્શન વ્યાસને આપી હતી. એ કોપી હિંમતનગરના કુલદીપ પટેલને આપી. કુલદીપે પાંચ પરીક્ષાર્થીઓને એના ઘરે બેસાડીને પુસ્તક આપી આન્સર કી તૈયાર કરાવી લીધી. એ પછી હિંમતનગરના સુરેશ પટેલ તથા અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક કારમાં બેસાડી દઈ સતીશ પટેલના ઘરે મોકલી દીધા.

પછી આન્સર કી સાથે પેપર ગોખી નાંખવા આપી દીધું. હવે પરીક્ષા અંગે સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે. પેપરલીક કેસ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

પોલીસે આરોપી જયેશ પટેલ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓની પણ ધરપકડ કરી લીધી છે. આ કેસમાં સાંબરકાંઠા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ અમદાવાદના સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ મુદ્દે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

‘રાણીબા’ સાથે 6 આરોપીઓ જેલભેગા

Vivek Radadiya

આ યુવાને કોરોના દર્દીઓ માટે પોતાની 22 લાખની SUV કાર વેચી એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam

Surat: ભાજપના પૂર્વ કોર્પોરેટરની કરામત

Vivek Radadiya