Abhayam News
AbhayamNews

હવે AAP નેતા યુવરાજસિંહે આ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો….

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2021માં ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. મહારાષ્ટ્રની NSCIT નામની એક કંપની દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને એક પેપરના 21 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે.

જેમાં પહેલા લાખ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા અને બાકીના પૈસા ઉમેદવાર સિલેક્ટ થયા પછી ચૂકવવાના હોય છે. આ કૌભાંડ બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ ચલાવી રહ્યો છે અને જેટકોની પરીક્ષા માટે પૈસા અપાઇ ચુક્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા રાજ્યમાં સરકારી ભરતી પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. તેમણે હવે ઊર્જા વિભાગની ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.

તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રજૂઆત કરીએ છીએ. છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે. UGVCL, PGVCL, MGVCL અને DGVCL આ વિભાગની ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ છે.

કૌભાંડ આચરવામાં આવ્યું છે. અત્યારે પણ અલગ અલગ સેન્ટરોમાં જે ભરતી ચાલી રહી છે તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

ભૂતકાળની વાત કરું તો UCVCL દ્વારા 2018માં 34 ઇલેક્ટ્રિક એન્જિનિયરની ભરતી, જાન્યુઆરીમાં DGVCLની ભરતી, હાલ જે 352 જુનિયર એન્જિનિયરોની પરીક્ષા ચાલી રહી છે, તેમાં 300 ઇલેક્ટ્રિક એન્જિનિયરની જગ્યા છે અને 52 સિવિલ એન્જિનિયરની જગ્યાઓ છે. આમાં કેટલાક અસામાજીક તત્ત્વો આર્થિક લાભ લઈને કૌભાંડ આચરી રહ્યા છે.

યુવરાજસિંહે એવું પણ જણાવ્યું હતું કે, ઊર્જા વિભાગ દ્વારા ઓનલાઇન ભરતી કરવામાં આવે છે જેમાં કમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબ આપવામાં આવે છે. તેના મારી પાસે આધારભૂત પુરાવારૂપે વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ છે

. આ મામલે અત્યાર સુધીમાં ધવલ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ, પ્રદીપ પટેલ, રાહુલ પટેલ, પ્રિયમ પટેલ, જીગીશ પટેલ, ધ્રુવ પટેલ અને બાબુ પટેલ નામના લોકોએ લાભ લીધો છે.

યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ઉર્જા વિભાગની જે ભરતી થાય છે તેમાં ગેરરીતિ ચાલો રહી છે અને તેમાં એક જ સિકવન્સ એકસરખા માર્કસ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એક જ ગામના 18 જેટલા લોકોને આમા નિમણૂંક મળી છે. જે અશક્ય છે.

આ ઉપરાંત યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, સમગ્ર કૌભાંડમાં ઓનલાઇન પરીક્ષા લેતી એજન્સીની પણ સંડોવણી છે અને વડોદરા ખાતેની ઊર્જા વિકાસ નિગમના અધિકારીઓની પણ આ કૌભાંડ મામલે તપાસ થવી જોઇએ.

યુવરાજસિંહ એવું પણ જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓના હિતમાં આ બધા ખુલાસા કરી રહ્યા છીએ અને આ બાબતે નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. તો બીજી તરફ યુવરાજ સિંહના આક્ષેપ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને ઊર્જા વિભાગના મમતા વર્માની આગેવાનીમાં સમગ્ર મામલે તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુરુ બ્રમ્હા ગુરુ માતા નું નામ લઇ નાના ભુલકાઓએ ગુરુ પૂર્ણિમા ની કરી અનોખી રીતે ઉજવણી.

Abhayam

ગોવાથી હાલોલ જતુ  38 લાખનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું

Vivek Radadiya

નવલી નવરાત્રિનો થનગનાટ શરૂ:જામનગરના મહેમાન બન્યા બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના, સ્ટેજ પરથી ગીત ગાય ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યાં

Vivek Radadiya