પંચમહાલમાં ખાણ-ખનીજના અધિકારીઓની જાસૂસી માટે નવા ગૃપ બન્યા પંચમહાલમાં ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસી કરતાં બાતમીખોર ફરીથી સક્રિય થયા છે. જાસૂસી માટે નવુ ગૃપ બનાવવા માટેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. VTV NEWS એ જાસૂસી કાંડનો પર્દાફાશ કરતાં હવે જાસૂસી સર્વિસ ચાર્જેબલ બની છે. વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે બાતમીખોરો ખુલ્લેઆમ રૂપિયા 500 ની માગણી કરી રહ્યા છે. કોઈપણ વ્યક્તિએ ગૃપમાં જોડાવુ હોય તો પૈસા આપીને જોડાઈ શકે છે તેવો ઓડિયોમાં ઉલ્લેખ કરાયો છે.
પંચમહાલમાં ખાણ-ખનીજના અધિકારીઓની જાસૂસી માટે નવા ગૃપ બન્યા
ખનીજ માફિયાઓ દરોડાથી બચવા માટે વોટ્સએપ ગૃપમાંથી અધિકારીઓના લોકેશન મેળવતા હોય છે. પંચમહાલમાં મસમોટા જાસૂસી કૌભાંડનો ખુલાસો થયા બાદ પણ ખનીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અગાઉ જાહેર થયેલા બાતમી ગૃપ મામલે પણ ખનીજ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. બાતમીદારો જાસૂસીથી પૈસા કમાઈ રહ્યા હોવા છતાં અધિકારીઓને તેની કોઈ પડી ન હોય તેવો ઘાટ સર્જાયો છે.
ખનીજ માફીયાઓ અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો
બે દિવસ પહેલા ખનીજ માફીયાઓ દ્વારા અધિકારી ઓફીસથી કઈ બાજુ જઈ રહ્યા છે. તેમજ દરોડા પાડતી વખતે અધિકારી ક્યાં પહોંચ્યા. તેવી તમામ માહિતી ગ્રૂપમાં માફિયાઓ શેર કરી રહ્યા છે. તેમજ અધિકારીઓની કાર કઈ બાજુ ગઈ તેની માહિતી ગ્રુપમાં ઓડિયો મુકી શેર કરવામાં આવતી હતી. ત્યારે ખનીજ માફીયાઓ દ્વારા ખાણ-ખનીજ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ધડાકો થવા પામ્યો છે. વીટીવી ન્યૂઝ દ્વારા ખનીજ માફીયાઓ અધિકારીઓની જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમ છતાં હજુ પણ ખાણ-ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
દરોડાની કાર્યવાહીથી બચવા અધિકારીઓનાં લોકેશન ગ્રુપમાં શેર કરાય છે
ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીની કાર પાછળ માણસ રાખી સતત લાઈવ લોકેશન વોટ્સએપમાં શેર કરવામાં આવતા હતા. તેમજ ઓડિયો દ્વારા અધિકારીનું લોકેશન મોકલી દરોડાની કાર્યવાહીથી બચી ખનીજ માફીયાઓને લોકેશન મોકલી સાવચેત કરી દેવામાં આવે છે. VTV NEWS પાસે ખનીજ માફિયાઓનાં ગ્રુપનાં ઓડિયો મેસેજ છે. તેમજ ઓડિયોમાં ગોધરાનાં SDM, હાલોલનાં SDM ની હિલચાલ અંગેની માહિતી પણ શેર કરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે