Abhayam News
AbhayamNews

દેશભરમાં સ્કૂલ ખુલ્યા પછી 600થી વધુ સ્ટુડન્ટ્સ કોરોનાથી ઈન્ફેક્ટ થયા..

16 મહિના સુધી બંધ રહ્યા પછી હવે દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો ખુલી ગઈ છે કે ખુલી રહી છે. મોટાભાગના રાજ્યોએ નક્કી કર્યુ કે સિનિયર ક્લાસીસને પ્રથમ ખોલવામાં આવે, પછી નાના વર્ગો શરૂ કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ માટે કોવિડ પ્રોટોકોલનું પાલન પણ ફરજિયાત કરાયું છે.

દેશના લગભગ અડધા રાજ્યોમાં સ્કૂલો ખુલી ચૂકી છે. મોટાભાગના રાજ્યોમાં માત્ર 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સ્કૂલે બોલાવવામાં આવે છે. પંજાબમાં જ તમામ ક્લાસિસ માટે સ્કૂલો ખૂલી છે. 1 સપ્ટેમ્બરથી તેલંગણા, આસામ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ સ્કૂલ ખોલવાની તૈયારી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં 600થી વધુ બાળકો કોવિડ-19થી ઈન્ફેક્ટ થયા છે. ગત સપ્તાહે જ પંજાબ, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 100થી વધુ બાળકો ઈન્ફેક્ટ મળ્યા છે. તેના અગાઉ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ બાળકોના ઈન્ફેક્ટ થવાના સમાચારો આવી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં તો સ્કૂલોને 22 ઓગસ્ટ સુધી બંધ કરી દેવાઈ છે. પંજાબ સરકારે પણ રોજ 10 હજાર સ્ટુડન્ટ્સનો RT-PCR ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાથી ડરવું કે અભ્યાસનું નુકસાન થવા દેવું, આ દ્વિધા પેરેન્ટ્સને સતાવી રહી છે. બાળકોને સ્કૂલે મોકલવામાં ઈન્ફેક્શનનું જોખમ છે અને મોકલવામાં અભ્યાસના નુકસાનનો ડર.

શું બાળકોને સ્કૂલે મોકલવા સુરક્ષિત છે?

  • અમેરિકાની મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)એ એક સ્ટડીમાં જણાવ્યું છે કે સ્કૂલ અને કોલેજમાં હીટ, વેન્ટિલેશન અને એર કંડિશનીંગ (HVAC) સિસ્ટમથી ઈન્ફેક્શનનું જોખમ થઈ શકે છે. ક્લાસરૂમમાં વેન્ટિલેશન, હિટિંગ અને એર કંડિશનીંગ પર ધ્યાન આપવામાં આવે તો હવામાં રહેલા એરોસોલમાં વાયરસ વધુ સમય સુધી ટકી ન શકે. આ એરોસોલાના કારણે ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ક્લાસરૂમમાં સારૂ વેન્ટિલેશન હોવાથી આ જોખમને ઓછું કરી શકાય છે.
  • 4 ઓગસ્ટના રોજ ધ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19થી ઈન્ફેક્ટેડ બાળકો 6 દિવસમાં રિકવર થઈ જાય છે. તેમને લોંગ કોવિડ થવાનું જોખમ પણ ઘણું ઓછું છે. 20માંથી માત્ર 1 બાળકમાં 4 સપ્તાહથી વધુ સમય સુધી લક્ષણો દેખાયા છે. પરંતુ સારી વાત એ છે કે બાળકો 8 સપ્તાહમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યા છે. 5થી 17 વર્ષ સુધીના 2.5 લાખ બાળકો પર આ સ્ટડી કરવામાં આવ્યો છે.
  • ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હશે, એ વાતના કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પ્રથમ અને બીજી લહેરમાં પણ બાળકો ઓછા સંક્રમિત થયા છે. કુલ ગંભીર દર્દીઓમાં માત્ર 10થી 11% લોકો જ 18 વર્ષથી ઓછી વયના છે.
  • કોરોના વાયરસ ફેફસાંમાં રહેલા એસીઈ-2 નામના રિસેપ્ટર્સ સાથે જોડાય છે. બાળકોમાં આ રિસેપ્ટર્સ અંડર-ડેવલપ હોય છે. આ કારણથી બાળકોમાં ઈન્ફેક્શન થયા પછી પણ ગંભીર લક્ષણ હોતા નથી.
  • જે દેશોમાં ત્રીજી કે ચોથી લહેર આવી છે, ત્યાં પણ બાળકો વધુ પ્રભાવિત થયા નથી. નવા વેરિએન્ટ્સ પણ બાળકોને વધુ પ્રભાવિત કરતા નથી. એટલે કે તુલનાત્મક રીતે જોઈએ તો બાળકોને કોઈ જોખમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો કારણ:-આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ મહિપતસિંહે આપ્યું રાજીનામું..

Abhayam

ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

Vivek Radadiya