Abhayam News
AbhayamNews

મોરબી: સીરામીક એસો.ની ટીમે એક જ સપ્તાહમાં ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટ ઉભો કર્યો

મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારોએ રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો કરીને માત્ર એક જ સપ્તાહમાં ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટન ઉભો કરી દીઘો છે જઅને જરૂરી લાયસન્સ પણ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પ્રયત્નોથી મળી ગયું છે જો કે, હવે આ પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર ઝડપથી ઑક્સીજન બનાવવા માટેનો લીક્વીડનો કોટો ફાળવી આપે તો આ પ્લાન્ટમા રોજના ૧૦૦૦ સીલીન્ડર ઓકિસજન રીફીલીંગ થઈ શકે તેમ છે અને મોરબી જિલ્લા માટે ઑક્સીજનનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેમ છે

મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલ વાળાઓને બીજા જીલ્લામા રીફીલીંગ માટે મોકલવામા આવતા હતા જો કે, ઓકિસજન સીલીન્ડર આવવામા વઘુ સમય લાગતો હતો જેથી કરીને જીલ્લાના કલેક્ટરના આદેશ મુજબ પાબંદી હોવાથી અને મર્યાદિત કોટો હોવાથી મોરબીની અલગ અલગ સંસ્થાઓના કોવિડ સેન્ટર અને ખાનગી હોસ્પિટલોને સમયસર ઓકિસજનના મળતા મોટી હેરાનગતિ થઈ રહી હતી જેથી દર્દીઓની મુશ્કેલીમા વઘારો ન થાય તે માટે મોરબીમાં પ્લાન્ટ નવો ઊભો કરવામાં આવેલ છે અને સમયસર જો આ નવા પ્લાન્ટને લીક્વીડ કોટો મળી જાય તો મોરબીના તમામ જરૂરીયાત વાળા દર્દીઓને સમયસર ઓકિસજન મળી રહેશે

વધુમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે મોરબી પ્રાણવાયુ ઓકસીજન માટે આત્મનિર્ભર બેન તે માટે મોરબી સિરામીક એશોસીએસન અને બધી સામાજીક સંસ્થા કટીબધ્ધ હતી અને તા.૭/૪/૨૦૨૧ ના રોજ ઓકસીજનની તકલીફ પડશે તેવુ લાગતા જુના સીલીન્ડર એકઠા કર્યા હતા બાદમાં પટેલ ઓકસીજન વાળા તુલસીભાઇ અને ઇશ્વરભાઇ સાથે સંપર્ક કરીને તેને રીફિલિંગ કર્યા હતા તા.૧૫/૪/૨૦૨૧ ના રોજ નવા સીલીન્ડરો ઉધોગકારએ વસાવ્યા હતા તા.૨૦/૪/૨૦૨૧ ના રોજ સીલીન્ડરો ભરવાની તકલીફની જાણ થતા ઓકસીજન પ્લાન્ટ બનાવવાનુ મનિષભાઇ, પરેશભાઇ (એન્ટીક), ધર્મેશભાઇ, મણીભાઇ બાવરવાએ વિચાર્યું હતું અને માત્ર છ દિવસમા રાત દિવસમાં પ્લાન્ટ કંપલીટ ઉભો કર્યો છે અને ઓકસીજનની શોર્ટેજ વચ્ચે લીકવીડ ઓક્સીજન વિદેશથી ઇમ્પોર્ટ કરવા ટીમને કામે લગાડી ત્યારે શારજાહમા કંપની દેવા તૈયાર છે જો સરકાર કોટો ફાળવે એટલે પ્લાન્ટ ચાલુ થઈ જશે.

Related posts

મેયર કોણ?: ​​​​​​​શું સુરતના પાટીદારોને રીઝવવા ભાજપ પાટીદાર મેયર બનાવશે…?????

Abhayam

પોલીસથી પરેશાન Google આ સેવા કરી શકે છે બંધ !

Vivek Radadiya

સુરતના વેપારીઓ 31,500 કિલો ગાયનું ઘી મોકલશે અયોધ્યા

Vivek Radadiya