Abhayam News
AbhayamNews

ગુજરાતમાં જળસંકટનાં એંધાણ હજુ ગુજરાત ના ઘણા ડેમો છે ખાલી..

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતા આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઇ છે. 25 ઓગસ્ટ-2020ના રોજ નર્મદા ડેમની સપાટી 135.30 મીટર હતી.

25 ઓગસ્ટ-2021ના રોજ નર્મદા ડેમની સપાટી 115.81 મીટર જ છે. હાલમાં નર્મદા ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટ અંત સુધી જ સિંચાઈનું પાણી મળવાની શક્યતા છે. જેથી ખેડૂતો અને તંત્ર વરસાદ થાય તેવી આશા રાખીને બેઠા છે.

સરદાર સરોવર નર્મદા બંધ ગત વર્ષે 28 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી, જોકે, આ વર્ષે હાલત કંઇક જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતુ મોસમ વિભાગ પણ ચિંતામાં છે કેમકે, આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે.

નર્મદા જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો માત્ર 487 મિ.મી વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ ખૂબ પડ્યો છે, પરંતુ, સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે.

નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણી ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો ઉભા થવાની શક્યતાઓ છે.

ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી 0.55 MAF (એકર ફૂટ) એટલે 11 ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઇ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત માં આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન…

Abhayam

નવા વર્ષમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થશે

Vivek Radadiya

દિવાળી પહેલા આ ટુર પેકેજનુ ધડાધડ થઇ રહ્યું છે

Vivek Radadiya