Abhayam News
AbhayamNews

AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા! જુઓ સંપૂર્ણ ખબર ..

  • અમદાવાદ અને અમદાવાદ બહાર પણ લાલ બસ એટલે અમદાવાદની ઓળખ.
  • મુસાફરો માટે વિનામૂલ્યે મુસાફરી કરી શકાય એ માટે બસ સેવા શરૃ કરવામાં આવી.

કયારેય ના પુરાય એવી જંગી ખોટ તરફ સતત આગળ વધી રહેલા અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના અજીબોગરીબ વહીવટનું ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના કોટ વિસ્તારમાં આવેલા ગાંધીરોડ અને રીલીફ રોડ સહીતના વિસ્તારોમાં એએમટીએસ દ્વારા બસો તો દોડાવવામાં આવી રહી છે. 

બસ જયાં અગાઉ ઉભી રાખવામાં આવતી હતી એવાAMTS પીકઅપ બસસ્ટેન્ડો જ ગાયબ કરી દેવામાં આવ્યા હોવાથી એએમટીએસની બસમાં મુસાફરી કરવા ઈચ્છુક મુસાફરોને ચોકકસ કયાં ઉભા રહેવાથી બસ મળી શકશે? એનો ખ્યાલ જ રહેતો નથી.

જી તરફ જે સ્થળે અગાઉ AMTS એએમટીએસના બસસ્ટોપ હતા, એ સ્થળે શટલ રીક્ષા, અન્ય રીક્ષાઓ કે ટેમ્પાઓ ઉભા રાખવામાં આવતા હોવાથી એએમટીએસ બસના ડ્રાઈવરો રોડની વચ્ચે બસ ઉભી રાખતા હોવાથી મુસાફરોને બસ પકડવામાં પણ તકલીફ પડી રહી છે. પરંતુ મુસાફરોની આ મુશ્કેલી સમજવાની ચિંતા એ.સી.ઓફીસમાં બેસી એએમટીએસનો વહીવટ સંભાળતા ટ્રાન્સપોર્ટ મેનેજર કે ચેરમેન સહીતના અન્ય કોઈ સભ્યોમાં જોવા મળી રહી નથી.

શહેરના ભદ્ર ચોકમાંથી બે વર્ષ અગાઉ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરો માટે વિનામૂલ્યે મુસાફરી કરી શકાય એ માટે બસ સેવા શરૃ કરવામાં આવી છે. આ બસ રીલીફ રોડ ઉપરથી પણ પસાર થાય છે. મુસાફરોને પડતી મુશ્કેલી જોવામાં આવે તો અગાઉ પાનકોરનાકા ઉપરાંત ફૂવારા, ફતાશા પોળ, મોડેલ સિનેમા સહીતના તમામ સ્થળોએ બસ સ્ટોપ મુકવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ટીમ ઈન્ડિયામાં પણ કેપ્ટનશિપની શોધ શરૂ 

Vivek Radadiya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો બંધ થઈ જશે

Vivek Radadiya

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ

Vivek Radadiya