Abhayam News
AbhayamNews

ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન…

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર મહારાજ જ્યોતેન્દ્રસિંહજીનું હ્યદય હુમલાથી 84 વર્ષની વયે નિધન થયું છે. મહારાજા જ્યોતેન્દ્રસિંહજીની તબિયત સોમવારના રોજ સવારે 9 વાગ્યે નાદુરસ્ત થઇ હતી. તે સમયે જ તેમને હાર્ટએટેક આવતા તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

નિધનબાદ મહારાજા જ્યોતેન્દ્રસિહજીના પાર્થિવદેહને અંતિમ દર્શન ખાતે દરબાર ગઢ મોટી બજાર ખાતે રાખવામાં આવ્યો હતો. આ માહિતી અન્ય સ્ટેટના રાજવીને મળતા તેઓ પણ મહારાજા જ્યોતેન્દ્રસિંહજીના અંતિમ દર્શને આવ્યા હતા.

તે સમયે ત્યાં મહારાણી કુમુદકુમારી અને યુવરાજ હિમાંશુસિંહ પણ ત્યાં હાજર હતા. મહારાજા જ્યોતેન્દ્રસિંહજીના નિધનને લઇને રાજવી પરિવારના શોકનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આ સમાચાર નગરમાં ફરી વળતા નગરના લોકો પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

તો બીજી તરફ ગોંડલના મહારાજાનું નિધનને લઇને નગરપાલિકાની કચેરી, શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

રાજકોટના રાજવી માંધાતાસિંહજી, પીઠડીયા સ્ટેટ, વીરપુર સ્ટેટ સહિતના રાજવી અને મોટી સંખ્યામાં શહેરીજનો મહારાજા જ્યોતેન્દ્રસિંહજીના અંતિમ દર્શન કર્યા હતા.

રાજવી પરંપરા અનુસાર મહારાજા સાહેબને ફૂલથી સણગાર કરેલી લાકડાની પાલખીને કેસરી સાફો પહેરાવીને બિરાજમાન કરવામાં આવ્યા હતા.  

મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું નિધન થતા હવે રાજવી પરંપરા અનુસાર મહારાજા તરીકે યુવરાજ હિમાંશુસિંહની તિલકવિધિ કરવામાં આવશે. તિલક વિધિ પરંપરા અનુસાર મહારાજ જ્યોતેન્દ્રસિંહજીના અંતિમ સંસ્કાર પહેલા કરવામાં આવી હતી.

પુષ્પવર્ષા સાથે મહારાજા સાહેબની અંતિમયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં નગરના લોકો પેલેસ ખાતે ઉમટયા હતા. મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર મહારાજ જ્યોતેન્દ્રસિંહજી હતા. તેઓ મહારાજ વિક્રમસિંહજીના પુત્ર હતા.

મહત્ત્વની વાત છે કે, ગોંડલના રાજવી પરિવારનું વિન્ટેજ કારનું કલેક્શન વિશ્વ વિખ્યાત છે. મહારાજા જ્યોતેન્દ્રસિંહજની કારના ખૂબ જ શોખીન હતા.

તેમને દેશ વિદેશમાં યોજાતી અલગ-અલગ કાર રેસમાં ભાગ લઇને અનેક ટ્રોફીઓ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાજ જ્યોતેન્દ્રસિંહજી મહારાજ સર ભગવતસિંહજીના ત્રીજી પેઢીએ પ્રપૌત્ર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અશોક ગેહલોત ભાજપના આ નેતા સાથે જોવા મળ્યા

Vivek Radadiya

કરજણમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો

Vivek Radadiya

12મું પાસ ગુજરાતીઓને USAમાં ઘૂસાડવાનું ષડ્યંત્ર

Vivek Radadiya