Abhayam News
AbhayamNews

કચ્છ: કિસાન સહાય અરજીઓ બોગસ આધાર કાર્ડ બનાવી મોટું કૌભાંડ બહાર આવ્યું….

તાલુકાના ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે નોંધાવેલી ફરિયાદ મુજબ દશરડી ગામના રિયાઝ અહમદ ખત્રીને પોતાના પાડોશી પાસેથી જાણવા મળ્યું હતું કે તેમના આધાર કાર્ડ પર નામ બદલાવી ખોટુ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે.

વધુમાં ઉમેરતાં ફરિયાદીએ આ મુદ્દે જણાવ્યું હતું કે દશરડી ગ્રામ પંચાયતના વિલેજ કમ્પ્યુટર ઓન્ટ્રેપ્રેન્યોર (વી.સી.ઈ.) તરીકે ફરજ બજાવતા રાજેશ પ્રેમજી ધોળુએ તેમના આધાર કાર્ડની નકલ પોતાના કમ્પ્યુટરમાં સાચવી તેનો વપરાશ કરી, કિસાન સહાય યોજના માટે બોગસ અરજીઓ કરી હતી.

ચ્છના માંડવી તાલુકાના દશરડી ગામે બોગસ આધાર કાર્ડ બનાવી કિસાન સહાય યોજના માટે અરજીઓ કરવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.

ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ બનાવવાનું કામ કરતાં શકશે ૧૫ જેટલા લોકોના આધાર કાર્ડ પર નામ બદલી ફ્રોડ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ વર્ષ પહેલા તેઓ રાજેશભાઈ પાસે પોતાના આધાર કાર્ડમાં સરનામું ફેરફાર કરાવવા ગયા હતા અને સંભવિતપણે ત્યારે જ રાજેશભાઈએ તેમના આધારકાર્ડની નકલ સાચવી લીધી હતી.

“અમારા પાડોશીના એક મિત્રની નજર બોગસ આધાર કાર્ડ પર પડતાં તેમણે જોયું કે ચેતન મણીલાલ વોરા નામના વ્યક્તિના આધાર કાર્ડના સરનામા પર અસલમાં કોઈ વોરા જ્ઞાતિનું પરિવાર રહેતું જ નથી. ત્યાંથી એમને જાણ થઈ અને અમે વધુ માહિતી મેળવવા પ્રયાસ કર્યા,” તેવું રિયાઝભાઈએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસમાં આરોપી દ્વારા હજુ વધારે બોગસ આધાર કાર્ડ દ્વારા કરાયા કૌભાંડ બહાર આવશે. આવા કૌભાંડો થકી અનેક જરૂરિયાતમંદ ખેડૂતો યોગ્ય સરકારી વળતરની વંચિત રહે છે.

આ કૌભાંડમાં રિયાઝભાઈના પાડોશી વિકાસદાન ગઢવી દ્વારા વધુ માહિતી એકત્ર કરાતા બહાર આવ્યું હતું કે આરોપી રાજેશભાઈ દ્વારા 15 જેટલા લોકોના આધાર કાર્ડ પર નામ બદલી કિસાન સહાય અરજીઓ કરેલી છે.

“રાજેશભાઈએ 15 આધાર કાર્ડ સાથે કરેલા ચેડાંના પુરાવા અમે એકત્રિત કર્યા છે અને સર્વે બોગસ આધાર કાર્ડ પરથી વિવિધ નામે કિસાન સહાય માટે પાક નિષ્ફળ જવા મુદ્દે અરજીઓ કરેલી છે

જે દરેક અરજીમાં જુદા બેંક ખાતા નંબર આપેલા છે અને દરેક અરજીના પૈસા પણ મેળવ્યા છે. આ કૌભાંડ અસલમાં આધાર કાર્ડ ધારકો સાથે નહીં પણ સરકાર સાથે થયું છે,” તેવું વિકાસભાઈએ જણાવ્યું હતું.

ગઢશીશા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યું છે અને કોરોના ટેસ્ટ બાદ કાયદેસર ધરપકડ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Vivek Radadiya

હિમાચલ ફરવા જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર

Vivek Radadiya

જુઓ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ

Vivek Radadiya