Abhayam News
AbhayamNews

ઈસુદાન ગઢવી CM કેજરીવાલની હાજરીમાં AAPમા જોડાયા..

ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે મહાનગર અમદાવાદની મુલાકાત લીધી હતી. આ માહોલ વચ્ચે પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

પત્રકાર ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે. પત્રકાર ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. સર્કિટ હાઉસમાં થયેલી આ મુલાકાતમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી સાથે જોડાયાની જાહેરાત ગોપાલ ઈટાલિયાએ કરી હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન પાર્ટીમાં આવતા અનેક કાર્યકર્તાઓનો જુસ્સો વધ્યો છે. અરવિંદ કેજરીવાલે ઈસુદાનને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો

isudan gadhvi joins aap 1 » Trishul News Gujarati Breaking News આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી ગુજરાત, ગુજરાત, પત્રકાર ઇસુદાન ગઢવી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, વિધાનસભા ચૂંટણી 2022

પછી વિચાર કર્યો કે, બમણી મહેનત કરવી પડશે. મહેનત સાથે જોડાવું પડશે. બંધારણ એવું કહે છે કે, નિર્ણય લેવાની શક્તિ તો રાજનેતાઓમાં જ છે. રાજકારણમાં જ છે. પ્રજાને સુખાકારી આપવાનો નિર્ણય રાજનેતાનો હોય છે. એની એક જવાબદારી હોય છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું છે. ઘણા પ્રયત્નો કર્યા પણ જેટલું થતુ હતું એટલું તો કર્યું. પછી એક મર્યાદા આવતી હતી. એટલા માટે આ રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. પહેલા પણ મારો હેતું સમાજ સેવાનો હતો. આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. હું અહીંથી કંઈ લઈને જવાનો નથી. એવા કામ કરીને જઈએ કે જ્યાં દુનિયા રડતી હોય અને આપણે નીકળતા હોય. વાત આટલી જ હતી. મારે કંઈક કરવું હતું.

આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષની પત્રકાર તરીકેની કારર્કિદીમાં વિચાર્યું ન હતું કે, કોઈ રાજકીય પાર્ટી સાથે હોઈશ. વર્ષોથી પત્રકાર તરીકે લોકોની સેવા કરી છે. લોકોને કેવી રીતે વધુ લાભ અપાવી શકીએ એ મીડિયાની શક્તિની મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. પણ એક સમય એવો આવ્યો કે, લોકોની અપેક્ષા વધતી ગઈ. અનેક વર્ગો પોતાના મુદ્દા લઈને આવ્યા. પણ એક પત્રકાર તરીકેની મર્યાદા હોય છે એટલે આવું કરવું પડ્યું. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. એ પછી પત્રકાર હોય કે, રાજનેતા. લક્ષ્ય હંમેશા સેવાનો હોવો જોઈએ. ગુજરાતની પ્રજાએ અઢળક પ્રેમ કર્યો છે. પ્રજાનો આભાર માનું એટલો ઓછો છે.

તેમણે કહ્યું કે, પ્રજાની પીડા મેં અનુભવી છે. સિસ્ટમમાં ગંદકી સાફ કરવા માટે સિસ્ટમમાં ઊતરવું પડે. ઈમાનદારીની વાત કરતા હોઈએ ત્યારે એવા જ લોકો સાથે જોડાવવું પડે જે ખરેખર ઈમાનદાર હોય અને એવી જ પાર્ટીને પસંદ કરવી પડે. જેનો હેતું માત્ર સમાજ સેવા જ હોય. ભાજપ સામે અત્યાર સુધી કોઈ વિકલ્પ જ ન હતો. રૂ.100નું પેટ્રોલ થાય તો પણ એને વિશ્વાસ હતો કારણ કે વિકલ્પ ન હતો. ભાજપ સામે કોઈ વિકલ્પ ન હતો. આ યુદ્ધનું મેદાન છે અને કોની સામે લડી રહ્યા છે એ પણ મને ખબર છે. ગુજરાતની પ્રજા માટે આ નિર્ણય લીધો છે. ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે આ મેદાનમાં ઊતર્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

PVC આધાર કાર્ડમાં શું છે ખાસ?

Vivek Radadiya

થિંક ટેન્કનો દાવો:-મંગળ પર બનશે મેગાસિટી NUWA જ્યાં અઢી લાખ લોકો રહેશે..

Abhayam

નિયમો માત્ર પ્રજા માટે જ / ACP સાહેબ ક્યાં ગયો કાયદો..

Deep Ranpariya

1 comment

Comments are closed.