Abhayam News
AbhayamNews

સુરતમાં SMC નો ક્લાર્ક 5,000 ની લાંચ લેતા ઝડપાયો…

સુરત શહેરમાં ફરી લાંચિયો કર્મચારી એસીબીના સકંજામાં આવ્યો છે. સુરત મહાપાલિકાના લિંબાયત ઝોનના આકારણી ખાતાના અધિકારી પાંચ હજારની લાંચ લેતા રંગેહાથે આબાદ ઝડપાઈ ગયો હતો.

42 હજારનો પગારદાર આકારણી ક્લાર્ક 1 મહિના પછી નિવૃત થવાનો હતો. સરકારી તિજોરીને ચૂનો ચોપડતો ક્લાર્ક આવા ઘણા લોકો પાસેથી વેરો ઓછો બતાવવા લાખોની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.

લાંચિયા કલાર્કને ઝડપી પાડવા એસીબીએ શુક્રવારે મોડીરાતે ડિંડોલી ચાર રસ્તા સાંઇ પોઇન્ટ પાસે વોચ ગોઠવવવામાં આવી હતી. લાંચની રકમ લેવા આવેલો આકારણી વિભાગનો 58 વર્ષીય કલાર્ક અમૃત વસ્તાભાઈ પરમાર 5 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયો હતો.

લિંબાયતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે લિંબાયતમાં પ્લોટની માપણી કરાવી હતી.

તે વખતે લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે 5 હજારની માંગણી કરવામાં આવી હતી. જે-તે વખતે દુકાનદારે 4 હજાર કલાર્કને આપ્યા હતા. પછી દુકાનદાર દ્વારા પ્લોટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. જેનો વેરો ઓછો કરવા માટે ક્લાર્કે 5 હજારની માંગણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ

Vivek Radadiya

આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો

Vivek Radadiya

આણંદમાંથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ: 1999થી લાભશંકર બનીને ગુજરાતમાં રહેતો, ATSએ નજર રાખીને ઝડપ્યો તો થયો મોટો ખુલાસો

Vivek Radadiya

1 comment

Comments are closed.