Abhayam News
AbhayamNews

સુરતમાં 2 ઇસમોએ પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કર્યો…

સુરતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં અસામાજિક તત્ત્વોએ એક પેટ્રોલપંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

પેટ્રોલપંપના કર્મચારીની સાથે ઝઘડો થયા બાદ અસામાજિક તત્ત્વોએ પેટ્રોલના મશીન પર સળગતી દીવાસળી ફેંકી હતી

અને પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને લઇને પેટ્રોલપંપના મેનેજર દ્વારા સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનાને લઇને પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ત્યારબાદ ફરીથી તેને કર્મચારી પર હુમલો કર્યો હતો. આ ઘટના પેટ્રોલપંપના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે. આ ઘટનાને લઇને પેટ્રોલપંપના મેનેજર સોપાન દ્વારા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ઘટનાને લઇને પોલીસ દ્વારા પેટ્રોલપંપને સળગવાનો પ્રયાસ કરીને બન્નેની અટકાયત કરીને તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન-નવસારી રોડ પર નાયરા કંપનીનો એક પેટ્રોલપંપ આવેલો છે. શનિવારના રોજ વહેલી સવારે એક બાઈક પર બે ઇસમો બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા.

તે સમયે એક ઇસમે પેટ્રોલ ઓછું આવે છે તેવું કહીને પેટ્રોલપંપના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આ ઇસમે પેટ્રોલપંપના કર્મચારીને માર પણ માર્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પૂરાવવા માટે આવેલા ઇસમોમાંથી એક ઇસમે પેટ્રોલના મશીન પર એક સળગતી દીવાસળીનો ઘા કર્યો હતો.

મહત્ત્વની વાત છે કે, CCTV કેમેરા પણ સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે અસામાજિક તત્ત્વ સળગતી દીવાસળી પેટ્રોલના મશીન પર ફેંકે છે ત્યારે પેટ્રોલપંપનો કર્મચારી બે હાથ જોડીને કહે છે કે, મરી જઈશું.

આ ઘટનાને લઇને પેટ્રોલપંપના માલિક દિલીપ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સવારના સમયે બે ઇસમો બાઈક લઇને આવ્યા હતા. તેઓ કર્મચારી સાથે માથાકૂટ કરીને પેટ્રોલપંપ સળગાવી દેવાની ધમકી આપીને ચાલ્યા ગયા છે.

આમેરે કોઈ સાથે વિવાદ પણ થયો નથી અને પેટ્રોલપંપ શરૂ થયા તેને પણ હજુ તો 5 મહિના જેટલો સમય થયો છે. આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને પોલીસની તપાસ ચાલી રહી છે.  

આ ઘટના બાબતે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં PI એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા બંને ઇસમોની CCTV કેમરાના ફૂટેજના આધારે ઓળખ કરીને તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

બંનેનો કોરોનાનો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શું સહારાના રોકાણકારોને પૈસા મળશે? 

Vivek Radadiya

દિવાળીના તહેવારોમાં વેચાય છે નકલી મીઠાઇ!

Vivek Radadiya

આ તારીખે ઓપન થશે Tata Technologies નો IPO

Vivek Radadiya