Abhayam News
AbhayamNews

મોદી મંત્રીમંડળમાં વિસ્તરણને લઈને મહત્વના સમાચાર….

મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

મોદી સરકાર તેમના મંત્રીમંડળનું આ અઠવાડિયે વિસ્તરણ કરી શકે છે.. એવી માહિતી સામે આવી છે કે 7 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. નવા મંત્રીમંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેવાના છે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે, તે રાજ્યોને ધ્યાનમા રાખીને મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારે કયા રાજ્યથી કેટલા મંત્રીઓ મંત્રિમંડળમાં શામેલ થશે તે વિશે અમે આપને જણાવી દઈએ.

7 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા….


નવા મંત્રીમંડળમાં 17 થી 22 જેટલા મંત્રી શપથ લેશે….

2 થી 3 જેટલા બિહારના મંત્રીઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવશે. જેમા ભાજપના સુશીલ મોદી, જેડીયુંના RCP સિંહ અને એલજેપીથી પશુપતી પારસને પણ શામેલ કરવામાં આવી શકે છે..

મધ્યપ્રદેશથી પણ એક કે બે જેટલા મંત્રીઓને શામેલ કરવામાં આવી શકે છે. જેમા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહને શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. 


ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વિસ્તરણ કરવામાં આવશે…..

ઉત્તરપ્રદેશથી ત્રણ સંચાર મંત્રી શામેલ કરવામાં આવશે. જેમા અપના દલથી અનુપ્રિયા પટેલને શામેલ કરવામાં આવશે.

આ ત્રણેય રાજ્યોમાંથી પણ એક મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. .

અસમમાંથી એક કરતા વધારે મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. 

પશ્ચિમ બંગાળથી શાન્તનું ઠાકુર તેમજ નિશીથ પ્રામાણિકને મંત્રિમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે. ..

ઓડિશામાંથી પણ એક મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. 

આપને જણાવી દઈએ કે ગઠબંધન વાળી સરકાર પણ આ વખતે મંત્રિમંડળનો હિસ્સો બની શકે છે. કેબિનેટમાં આ વખતે જેડીયું, અને કોંગ્રેસના પણ ઘણા મંત્રીઓ શામેલ થઈ શકે છે. 

પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડો હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી આ વખતે મંત્રાલય છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઈ શકે છે. હાલ 53 મંત્રી છે. એટલે કે નવા 28 મંત્રીઓને મંત્રિમંડળમાં જોડવામાં આવી શકે છે. ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કોરોનાના વધતા જતા કેસને લઈ મોદી સરકાર એક્શન મોડમાં આવી

Vivek Radadiya

‘રાણીબા’ને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Vivek Radadiya

થર્ટી ફર્સ્ટ ખેડામાંથી 1200 પેટી પકડાયો

Vivek Radadiya