Abhayam News
AbhayamNews

ભયંકર ગરમી માટે જવાબદાર છે Heat Dome, જાણો શું હોય છે હીટ ડોમ….

  • ભયંકર ગરમી માટે જવાબદાર છે Heat Dome.
  • કેનેડા (Canada) ના બ્રિટિશ કોલંબિયામાં તાપમાન 49.5 ડિગ્રી સુધી પહોંચી ગયું.
  •  છેલ્લાં 5 દિવસમાં જ મોતના આંકડામાં 195 ટકાનો વધારો થયો.
  • શુક્રવારથી લઈને બુધવાર સુધી ઓછામાં ઓછા 486 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા .

કેનેડા (Canada) ના બ્રિટિશ કોલંબિયામાં તાપમાન 49.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. છેલ્લાં 5 દિવસમાં જ મોતના આંકડામાં 195 ટકાનો વધારો થયો છે. શુક્રવારથી લઈને બુધવાર સુધી ઓછામાં ઓછા 486 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કેનેડા (Canada) અને અમેરિકા (America) માં ગરમીથી દરેક રાજ્યના લોકો બેહાલ છે. કેનેડામાં હીટ વેવના કારણે લગભગ 486 લોકોના મૃત્યું થયા છે. વિશેષજ્ઞ એ માહિતી મેળવવામાં લાગ્યા છે કે આખરે એવું શું થયું કે અચાનક આ સ્થિતિ સર્જાઈ અને લોકોના જીવ ગયા.

તેમનું માનીએ તો આટલી ગરમીનું કારણ હીટ ડોમ છે. હીટ ડોમ (Heat Dome) જળવાયુની તે સ્થિતિ છે જે અસાધારણ માનવામાં આવે છે અને તેના કારણે તાપમાનમાં ઝડપથી વધારો થાય છે.કેનેડા (Canada) ના બ્રિટિશ કોલંબિયામાં તાપમાન 49.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ચીફ ક્રોનર લીસા લેપ્વાઈંટના જણાવ્યા પ્રમાણે છેલ્લાં 5 દિવસમાં જ મોતના આંકડામાં 195 ટકાનો વધારો થયો છે. શુક્રવારથી લઈને બુધવાર સુધી ઓછામાં ઓછા 486 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હવામાન વિશેષજ્ઞે આ સ્થિતિ માટે હીટ ડોમ (Heat Dome) ને જવાબદાર ગણાવી છે. અમેરિકા (America) ના વાણિજ્યિક મંત્રાલય અંતર્ગત આવનારા નેશનલ ઓસિનિક એન્ડ એટમોસફેયરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે જ્યારે પર્યાવરણ મહાસાગરની ગરમ હવાને ઢાંકણની જેમ ઘેરી લે છે ત્યારે હીટ ડોમ (Heat Dome) ની સ્થિતિનું નિર્માણ થાય છે.

આ અસાધારણ સ્થિતિ તે સમયે થાય છે જ્યારે મહાસાગરોના તાપમાનમાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયાને કંવેક્શન કે પછી સંવહન તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન ગરમ હવાને વધારે બળ મળે છે. મહાસાગરની તળેટી તેને વધારે ગરમ કરે છે. NOAAના જણાવ્યા પ્રમાણે હવા ફરી ઉપર આગળ વધે છે. અને મહાસાગરની સપાટી સુધી આવી જાય છે. ગરમ હવા જ્યારે પૂર્વ તરફ વહે છે ત્યારે તે ઘેરો બનાવી લે છે અને પછી જમીનની તરફ આગળ વધે છે. તેના કારણે હીટ વેવની સ્થિતિનું નિર્માણ થાય છે.

હીટ ડોમ (Heat Dome) ના કારણે જંગલોમાં ભયાનક આગ પણ લાગે છે. દર વર્ષે અમેરિકામાં અનેક એકરમાં જંગલોમાં આગ લાગે છે અને તેના કારણે ઘણું નુકસાન પહોંચે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે વધતું તાપમાન કે ક્લાઈમેટ ચેન્જની હીટ વેવ પર ઘણી અસર પડે છે. વર્ષ 2017માં NOAA તરફથી થયેલા સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે 19મી સદીના અંતથી અમેરિકાનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. આગામી 10 વર્ષની અંદર દેશને વધારે ભયંકર ગરમીનો સામનો કરવો પડી શકે છે. કેમ કે આર્કટિક સર્કલમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

YouTubeમાં પણ મળશે ચેટજીપીટી જેવું AI ટૂલ

Vivek Radadiya

ઉત્તરાયણના પર્વ પહેલા જ દોરીથી થતી દુર્ઘટનાઓની શરુઆત

Vivek Radadiya

ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે

Vivek Radadiya