Abhayam News
AbhayamNews

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી જાણો શુ છે ખબર?

  • રાજ્યની 6 મેડિકલ કોલેજના 1700 ડોક્ટર આજથી હડતાળ પર 
  • માગણીઓ યોગ્ય હોઈ શકે છે, પણ હડતાળ માટેનો સમય ખોટો 
  • આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી
  • નર્સ ડે પર જ સિવિલ, સોલા સિવિલનો 290થી વધુનો નર્સિંગ સ્ટાફ હડતાળ
  • કોરોનાના દર્દીઓનાં સગાંમાં રોષ
  • 1700 અધ્યાપક શુક્રવારથી હડતાળ પર ઊતરવાની ચીમકી

વિશ્વમાં 12 મેના રોજ ઇન્ટરનેશનલ નર્સિંગ દિવસ તરીકે મનાવાતો હોવાથી શહેરની વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીને તણાવમુક્ત રાખવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સોલા સિવિલના નર્સિંગ સ્ટાફે પોતાની વિવિધ માગણીને આગળ ધરીને હડતાળ પર ઊતરી ગયા છે તેમ જ રાજ્યની 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક શુક્રવારથી હડતાળ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે.

સોલા સિવિલના 290થી વધુ જેટલા નર્સિંગ સ્ટાફે પોતાની માગણીને પ્રાધાન્ય આપીને હડતાળ પર ઊતરી જતાં દર્દીનાં સગાંમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે સોલા સિવિલનાં સુપરિટેન્ડેન્ટ ડો. પીનાબેન સોનીએ જણાવ્યું કે, દર્દીઓને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક 100 નર્સિંગ સ્ટુડન્ટ ફરજ બજાવી રહ્યા છે તેમ જ વધારાનો સ્ટાફ ડેપ્યુટેશન પર બોલાવાયો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, યુએન મહેતામાં સારવાર લઇ રહ્યો હતો ત્યારે રાજ્યના તબીબી શિક્ષકોના પ્રમુખે મને રજૂઆત કરી હતી. તેમના વાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસ કરીશ. મેં 10 પ્રશ્નો ઉકેલ્યા છે. 

પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ વચ્ચેની બેઠક પછી જે સૂચનો કરવામાં આવ્યાં છે તે સૂચનો મેં સ્વીકાર્યાં છે. આ સાથે ડોક્ટરો માનવતા રાખી ફરજ બજાવે તેવી તેમણે અપીલ કરી હતી.

આ પણ વાચો:કોરોનાની સારવારની મહત્વની જાહેરાત..

પ્રમોશન, ઠરાવોના વાંધા બંધ કરવા, નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સમાં સુધારા સહિતના વિવિધ પ્રશ્નોને મુદ્દે અમે ગુરુવારથી હડતાળ પર ઉતરીશું, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી શિક્ષણ વિભાગને 24 કલાકનો સમય મળે અને હડતાળ નિવારી શકાય. જો નિર્ણય નહીં લેવાય તો શુક્રવારથી કોવિડ ડ્યૂટી બંધ કરીને હડતાળ પર ઊતરીશું.(ડો. રજનીશ પટેલ, પ્રમુખ, ગુજ. મેડિકલ ટીચર્સ એસો.)

અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની 290થી વધુ નર્સો બુધવારે તેમની પડતર માગણીઓ મુદ્દે હડતાળ પર ઊતરી ગઈ હતી. તેમની સાથે અન્ય મેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જવાહરલાલ નહેરૂએ બંધ કરાવેલા કેલેન્ડર ફરી શરૂ થશે

Vivek Radadiya

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam

સુરત:-સુમન સ્કુલમાં ચાલુ વર્ષથી ધોરણ-11ના વર્ગ, આવતા વર્ષે ધોરણ-12 શરુ થશે..

Abhayam