Abhayam News
AbhayamNews

ગુજરાત:-મહેનત કરતા ઉમેદવારોનો શું વાંક? છેલ્લા 6 વર્ષમાં આટલા પેપર ફૂટ્યા છે..

તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની પુષ્ટિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી. તો આ બાબતે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કે, મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ અને સુરેશ પટેલ છે. રાજ્યમાં વર્ષ 2018માં 4 સરકારી ભરતીના પેપર ફૂટ્યા હતા અને વર્ષ 2021માં જ ત્રણ વખત સરકારી ભરતીને પેપર ફૂટ્યા છે

. પેપર ફૂટવાની ઘટનાની આ પરીક્ષા રદ કરવી પડે છે અને ઉમેદવારોએ કરેલી મહેનત પાણીમાં જાય છે. અવાર નવાર સરકારી ભરતીમાં પેપર ફૂટવાની ઘટના સામે આવતા ઉમેદવારોમાં પણ રોષ જોવા મળ્યો છે.

indianexpress.com

મહત્ત્વની વાત છે કે, ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ વિકાસ સહાય ત્યારે LRDની ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરાને બનાવવામાં આવ્યા. ત્યારે વર્ષ 2019માં બિન સચિવાલય ક્લાર્ક અને વર્ષ 2021માં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. અસિત વોરાના 3 વર્ષના કાર્યકાળમાં 2 પેપર ફૂટ્યા છે.

ક્યા વર્ષમાં કઈ સરકારી પરીક્ષાનું પેપર ફૂટ્યું તે બાબતે વાત કરવામાં આવે તો

વર્ષ 2016માં મુખ્ય સેવિકા ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું.

વર્ષ 2017માં તલાટીની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2017માં ટેટની પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2018માં ટાટની પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2018માં નાયબ ચીટનીશ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2018માં વનરક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2019 કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2019માં સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.

વર્ષ 2021ના સબ ઓડીટરની ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું

વર્ષ 2021માં હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થયુ છે…

ઉલ્લેખનીય છે કે, પેપર ફૂટવા બાબતે યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે અસિત વોરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પેપર ફૂટ્યું હોવાની અમને કોઈ ફરિયાદ મળી નથી. પણ હવે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા જ સ્વીકાર કરવામાં આવ્યો છે કે, પેપર ફૂટ્યું છે અને આ બાબતે 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

indianexpress.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જૂનાગઢની બજારમાં મળશે દિવાળીની તમામ વસ્તુઓ

Vivek Radadiya

અમેરિકામાં ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટનો દબદબો

Vivek Radadiya

કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થયો પરંતુ આ પરિવારે હિંમત ન હારી..વાંચો સમગ્ર માહિતી

Abhayam