Abhayam News
AbhayamNews

ગુજરાત :-આ નેતાને મળી શકે છે પ્રદેશ અધ્યક્ષની કમાન કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ..

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. ત્યારે અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી એક નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

કોંગ્રેસ

તો બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમાર માંથી એક ધારાસભ્યને વિપક્ષના નેતાનું પદ મળી શકે છે.  મળતી માહિતી પ્રમાણે પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી પ્રબળ શક્યતા છે. જો અર્જુન મોઢવાડીયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે તો શૈલેષ પરમાર વિપક્ષના નેતા બની શકે છે.

કોંગ્રેસ

તો બીજી તરફ ભરતસિંહ સોલંકી અધ્યક્ષ બનશે તો પૂંજા વંશ વિપક્ષના  નેતા બની શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ધારાસભ્યો ભરતસિંહ સોલંકીને પ્રમુખ બને તેવી માગ કરી રહ્યા છે.  તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નેતાઓ અને ધારાસભ્યો અર્જુન મોઢવાડીયા પ્રમુખ બને તેવી માંગ કરી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વચ્ચે મોટા સમાચાર
અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી જ એક બનશે પ્રદેશ અધ્યક્ષ
શક્તિસિંહ ગોહિલ પ્રમુખ પદેની રેસ માથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે
પુંજા વંશ અને શૈલેષ પરમાર આ 2 માંથી એક ધારાસભ્ય બનશે નેતા વિપક્ષ
પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી પ્રબળ શક્યતા
હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટી યથાવત રાખશે
અર્જુન મોઢવાડીયા અધ્યક્ષ બનશે તો શૈલેષ પરમાર બનશે તેના વિપક્ષ
ભરતસિંહ સોલંકી અધ્યક્ષ બનશે તો પૂંજા વંશ બનશે તેના વિપક્ષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અમરેલી જિલ્લાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

Vivek Radadiya

ગુજરાતની આ કેમિકલ કંપનીમાં વિસ્ફોટ , આટલા નાં મોત…

Abhayam

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ

Vivek Radadiya