Abhayam News
AbhayamNews

Gujarat Election:: કેજરીવાલે વડોદરામાં આપી વધુ એક ગેરંટી, સરકાર બની તો જૂની પેન્શન યોજના કરાશે લાગુ.

દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય.

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્રણેય ભાજપ આપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં રેસ લગાવી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના દેવા માફીની વાત કરી રહ્યો છે તો દિલ્હીના મુખ્યમંત્રી  અને આમ આદમી

પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સતત ગુજરાત પ્રવાસ ખેડી ગેરંટી પર ગેરંટી આપી રહ્યા છે. આજે વડોદરાની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે વધુ એક ગેરંટી આપી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલાન કરતાં કહ્યું કે, આપની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. 

કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છેઃ કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ, પૂર્વ સૈનિકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. એવુ લાગે છે કે આખુ ગુજરાત રસ્તા પર આવી ગયું છે. અમે રાજ્યના કર્મચારીઓ દુખી થયા છીએ, અમને એક મોકો આપો. કોઇ પણ રાજ્યમા સરકાર લાવી કે હરાવી તે કર્મચારીઓના હાથમાં છે. તેમણે ગેરંટી આપતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

મફત વીજળી આપવાની જાહેરાત

તમને જણાવી દઈએ કે. કેજરીવાલે ગયા મહિને સુરતમાં (Surat) એક મોટી જાહેરાત કરી હતી. લોકોને આકર્ષવા અને ચૂંટણી મેદાન મજબૂત કરવા મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ આકર્ષક 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે આદિવાસી સમાજ માટે પણ ગેરંટી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે AAPની સરકાર બનતાની સાથે જ બંધારણની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

ખેડૂતો માટે કરી હતી જાહેરાતો

આ પહેલા તેમણે ખેડૂતો માટે કેટલીક જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,  AAPની સરકાર બનશે તો બે લાખનું ખેડૂતોનું દેવુ માફ કરાશે. AAP સરકાર 5 પાકોને MSPથી ખરીદી કરશે. ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપવામાં આવશે. જમીનના તમામ સર્વે રદ્દ કરીને ખેડૂતોને સાથે રાખી સર્વે કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને 20 હજાર પ્રતિ એકર વળતર અપાશે. નર્મદાનું પાણી ખેડૂતોને જોઈએ તેમ કોઈ બાંધછોડ વગર આપવામાં આવશે. 

વેપારીઓને રીઝવવા લ્હાણીઓનો વરસાદ

આ પહેલા 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વેપારીઓ સાથે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેમણે વેપારીઓને કેટલાક વચનો આપ્યો હતા. આ દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે,  વેપારી માટે ભયનું વાતાવરણ નાબૂદ કરવામાં આવશે, ગુજરાતના દરેક વેપારીને યોગ્ય માન-સન્માન અપાશે, રેડ રાજ અને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાશે, VAT અમ્નેસ્ટી સ્કીમ લાવવામાં આવશે, 6 મહિનાની અંદર VAT રીફંડ આપવામાં આવશે, વેપારીઓને સરકારમાં ભાગીદાર બનાવવામાં આવશે અને દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ આપી એડવાઇઝરી બોર્ડ બનાવાશે.

Image

તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મોદી મોદી નારા લાગ્યા. 30, 40 લોકો એ મારી સામે મોદી મોદી ના નારા લગાવ્યા. ભાજપને 66 સીટો અર્બનમાં નથી હાર્યા ત્યાં તેમને તકલીફ થશે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે મોદી મોદી નારા નથી લાગતા. મારી સામે જ નારા

લાગે છે.  અત્યાર સુધીની સરકારને લૂંટી સ્વિસ બેન્કમાં નાણાં લઈ જવાતા હતા. અમે ભ્રષ્ટચાર રોકી ફ્રી આપવાની રાજનીતિ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનથી ઉતારવાના મામલા માં ગોળ ગોળ જવાબ આપ્યો.  ભગવંત માન 6 મહિના માં વીજળી મફત આપે છે તો બીજી સરકાર કેમ નથી આપતી. આ બધી પાર્ટી વિકાસ ની યોજના ની વાત નથી કરતી. ફક્ત કેજરીવાલ પાછળ પડી છે. અમારી સરકાર આવશે તો દોશીઓને જેલ મોકલીશું. હમણાં દારૂના ધંધા ચાલે છે. તે બંધ કરાવીશું. ગુજરાતમાં દારૂના રૂપિયા લઈ રહ્યા છે.

Related posts

જુઓ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન માટે લોકો શું કરી અપીલ ..

Abhayam

સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી

Vivek Radadiya

રેલવે મુસાફરો આટલુ ધ્યાન રાખજો !

Vivek Radadiya