Abhayam News
AbhayamNews

પલસાણાની સોમ્યા ડાઇંગ મિલમાં વહેલી સવારે ગેસના બોટલ ફાટતા આગ..

સુરતમાં છેલ્લા ઘણા દિવસથી આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. જેમાં આજરોજ વહેલી સવારે સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના બની હતી.આ આગ મળસ્કે 3:30 અરસામાં લાગી હતી.

આજે વહેલી સવારે પલસાણા ખાતે આવેલ સોમ્યા ડાઇંગ મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

મિલમાં રહેલા બે ગેસના બાટલા ધડાકા સાથે ફાટતા દોડધામ મચી જવા પામી હતી.ઘટના ની જાણ થતાં સુરત તેમજ પલસાણા સહિતની બારડોલી ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણી નો મારો ચલાવ્યો હતો.

મિલમાં મોટી સંખ્યામાં કામદારો હાજર હતા જેમાં લાકડાનું કામ કરનારા 3 કામદારો ફસાયા હોવાનો પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કામદારો રાજસ્થાની છે અને મિલમાં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યા હતા.

આગ લાગતા કામદારોએ તેમના પરિવારને જાણ કરી હતી પરંતુ હાલ ત્રણેય કામદારો લાપતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.

મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટના અંગે ફાયરને જાણ કરતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈને આગને કાબુમાં લીધી હતી. આગમાં કોઇ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી.

મિલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકો જીવતા ભુજયા. પોલીસ દ્વારા મિલ માલિકની અટકાયત કરાઈ. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી  કુલિંગ ની કામગીરીશરૂ કરી હતી.

પંદર કલાકની ભારે જહેમત બાદ આગ  કાબુમાં આવી હતી. પોલિસ દ્વારા મૃતકોની લાસનો કબજો લઈ પી.એમ .માટે મોકલી અપાઈ હતી.

ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા ત્રણ લોકોના મોત થયા. 11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. 

પલસાણા પોલિસનો કાફલો પણ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે 4 કિમી સુધી દૂરથી આગનો ધુમાડો દેખાય આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

તમારો ફોન હેક થયેલો છે કે કેમ, ચેક કરો આ રીતે ઘરે બેઠા

Vivek Radadiya

UGCએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી

Vivek Radadiya

ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલનો આજે થશે પ્રારંભ

Vivek Radadiya