Abhayam News
AbhayamNews

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….

  • આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ.
  • મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય.
  • બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા.
  • અમદાવાદમાં સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ.

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ.મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય.બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા.અમદાવાદમાં સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ.

રાજ્યમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ શકતું નથી, જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું છે. જોકે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાને કારણે આ ‘મમતા દિવસ’ના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

અમદાવાદની વસતિ અંદાજે 60 લાખની આસપાસ છે, પરંતુ અત્યારસુધી માત્ર 6 લાખ લોકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે માત્ર 10 ટકા વસતિએ બે ડોઝ લીધા છે. જ્યારે અંદાજે 54 લાખ લોકોએ હજુ બંને ડોઝ પૂરા કરવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે બચાવનો એકમાત્ર ઉપાય રસી છે. જોકે અત્યારસુધી લગભગ 24 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા 6 લાખની આસપાસ છે.

શહેરમાં રશિયન રસી સ્પુતનિક-વી આપવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને તેની મંજૂરી મળી છે. શેલ્બીના જણાવ્યા મુજબ, ડૉ. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદથી ગુજરાત માટે સ્પુતનિક-વી રસીના 40 હજાર ડોઝ આવવાના છે, એમાંથી 28,800 ડોઝ અમદાવાદને ફાળવાયા છે. અત્યારસુધી હોસ્પિટલને સ્પુતનિક-વી રસીના પ્રથમ 600 ડોઝ મળ્યા છે. સ્પુતનિક-વી રસીના બે ડોઝ વચ્ચે 21 દિવસનો ગાળો રાખવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શું મોતની સજાથી બચી શકશે 8 ભારતીયો?

Vivek Radadiya

ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર

Vivek Radadiya

ભારતની જેલમાં કેદ થશે હાફિઝ સઈદ !

Vivek Radadiya