Abhayam News
AbhayamNews

રાજ્યના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે જાણો શું કહ્યું….

ગુજરાત સરકારના પ્રવક્તા અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં શાળા બંધ થવા મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે.

જીતુ વાઘાણીએ આ પત્રકાર પરિષદમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ કહ્યું કે, શાળાઓમાં ઓફલાઈન એજ્યુકેશન મુદ્દે નિર્ણય લેવાશે. આ બાબત પર સમયે સમયે નિર્ણય કરાશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન એજ્યુકેશન મુદ્દે જીતુ વાઘાણીએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

વિદ્યાર્થીઓને સંક્રમિત થતા અટકાવવાના હેતુથી અમે સરકાર પાસે ઓફલાઈન એજ્યુંકેશન બંધ કરવા માટે રજૂઆત કરી છે. એક શિક્ષિકાએ ત્યાં સુધી કહ્યું કે, ક્લાસમાં બાળકોને માસ્ક આપીએ તો પણ તેઓ પહેરતા નથી.

બાળકો પર સતત નજર રાખવી પડે છે. જો હજુ સંક્રમણ વધશે તો નક્કર પગલાં અનિવાર્ય છે. જોકે, રાજકોટમાં NSUIના વિદ્યાર્થી નેતાઓ તથા આગેવાનો એ જિલ્લા શિક્ષણાધિકારીને ઓફલાઈન સ્કૂલ બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

શિક્ષણાધિકારીની ઓફિસની કચેરીમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે આ તમામની અટકાયત કરી હતી. જોકે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના પછી વિચારીશું જેવા જવાબ પર અનેક વિષયને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં બોર્ડ સહિત સ્કૂલ્સની પણ પરીક્ષાઓ આવી રહી છે. એને લઈને હજુ કોઈ આયોજન સ્પષ્ટ નથી. 

જીતુ વાઘાણીએ એવું પણ કહ્યું કે, નવી SOP જાહેર થશે ત્યારે પ્રાથમિક શાળામાં ઓનલાઈન શિક્ષણ માટેનો મહત્ત્વનો નિર્ણય કરાશે. રાજ્યમાં શિક્ષણ મુદ્દે નિર્ણય કેન્દ્ર સરકારની SOPને ધ્યાને લઈને કરવામાં આવશે.

રાજ્યની શાળાઓ અભ્યાસ હેતું ચાલું રાખવી કે નહીં એનો આધાર કેન્દ્ર સરકારની SOP પર રહેશે. કોરોના વાયરસના કેસ વધતા સ્કૂલ બંધ કરવાની માગ ઊઠી છે.

આ પહેલા જીતુ વાઘાણી જ્યારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય યોગ્ય સમયે લેવાશે. હાલમાં વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ તરફથી પણ શિક્ષણમંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ કહ્યું કે, મોટાભાગના પાડોશી રાજ્યમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવાની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

Vivek Radadiya

સુરત:-કલેક્ટર ડૉ.ધવલ પટેલ નાઇટ કર્ફ્યૂ અંગે બહાર પાડ્યુ જાહેરનામુ .

Abhayam

માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી

Vivek Radadiya