Abhayam News
AbhayamNews

જાણો:-CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણ અંગે રિપોર્ટ શું કહે છે….

ગત 8 ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયુ હતું. હેલિકોપ્ટરમાં હાજર 13 અન્ય લોકોના પણ મોત થઈ ગયા હતા. સમગ્ર દેશ એ વાતને લઈને ચિંતિત હતો કે આખરે VVIP હેલિકોપ્ટર MI-17V-5 કઈ રીતે અને કયા કારણે ક્રેશ થઈ ગયું. દુર્ઘટનાના આશરે એક મહિના બાદ આ મામલાની તપાસ માટે બનાવવામાં આવેલી ટ્રાઈ સર્વિસ કમિટીએ પોતાના રિપોર્ટમાં દેશને હચમચાવનારા આ હેલિકોપ્ટર ક્રેસનું સંભવિત કારણ જણાવ્યું છે.

ટેકનિકલ ભાષામાં કહીએ તો, આવી સ્થિતિને CIFT કહેવામાં આવે છે. CIFT એટલે કંટ્રોલ્ડ ફ્લાઈટ ઈનટૂ ટેરેન. તેને ના તો કોઈ માનવીય ભૂલ કહેવાય છે અને ના ટેકનિકલ ભૂલ.

તેમા પાયલટ પરિસ્થિતિને જોતા સમજ ગુમાવી દે છે અને હેલિકોપ્ટર સંપૂર્ણરીતે કંટ્રોલમાં હોવા છતા અજાણતામાં જમીન, પહાડ, વૃક્ષ, પાણી અથવા અન્ય કશા સાથે ટકરાઈ જાય છે. CIFT ક્રેશ સામાન્યરીતે ખરાબ હવામાનમાં અથવા ફ્લાઈટ લેન્ડિંગ ફેઝમાં હોય છે ત્યારે થાય છે, જ્યારે પાયલટ પોતાના હેલિકોપ્ટર/ એરક્રાફ્ટને રિકવર નથી કરી શકતો.

એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં બનેલી કમિટી પણ એ નિષ્કર્ષ પર પહોંચી છે જેની આશંકા દુર્ઘટનાના દિવસથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

રિપોર્ટ અનુસાર, ગાઢ જંગલોવાળા પહાડી વિસ્તારમાં એ દિવસે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી,

ધુમ્મસ હતું અને ખરાબ હવામાન જ હેલિકોપ્ટર ક્રેશ થવાના મોટા કારણના રૂપમાં સામે આવ્યું છે. કમિટીના રિપોર્ટમાં, ખરાબ હવામાનને જ આ દુર્ઘટનાનું એક મોટું કારણ જણાવવામાં આવ્યું છે.

એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાનીમાં તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હેલિકોપ્ટરના પાયલટ્સ ભ્રમિત થઈ ગયા.

આ ઈન્કવાયરીમાં કોઈપણ પ્રકારની સંસ્થાગત ખામી અથવા ટેકનિકલ ગડબડને રુલઆઈટ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાન દરમિયાન વાદળોમાં વિઝિબિલિટી ઓછી હોવાના કારણે હેલિકોપ્ટરે ઓછી ઊંચાઈ પર ઉડાન ભરવી પડી.

લેન્ડિંગ પોઈન્ટથી અંતર ઓછું હોવાના કારણે પણ હેલિકોપ્ટર ખૂબ જ નીચે હતું. નીચે ગાઢ જંગલ હતું, આથી ક્રેશ લેન્ડિંગ પણ ફેલ થઈ ગયું. આ હેલિકોપ્ટરના પાયલટ ગ્રુપ કેપ્ટન રેંકના અધિકારી હતા.

એવામાં માનવીય ભૂલની આશંકા નહિવત હતી. હેલિકોપ્ટર ટ્વિન એન્જિનવાળું હતું. એવામાં જો એક એન્જિન ફેલ થઈ જતે તો પણ બીજા એન્જિનથી લેન્ડિંગ થઈ શકતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અંડર-19 ક્રિકેટર મૃનાંક સિંહ મહાઠગ નીકળ્યો

Vivek Radadiya

સેવા સંસ્થાની સેવાને સફળ બનાવનાર પડદા પાછળનાં યોદ્ધાઓ..

Abhayam

નવલી નવરાત્રિનો થનગનાટ શરૂ:જામનગરના મહેમાન બન્યા બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના, સ્ટેજ પરથી ગીત ગાય ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યાં

Vivek Radadiya

67 comments

Comments are closed.