Abhayam News
AbhayamNews

ખેડૂતો ચિંતામાં:-કોરોના વચ્ચે સૌરાષ્ટ્રમાં આ બે જગ્યા પર પડ્યો કમોસમી વરસાદ..

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસના કારણે લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ કુદરતી આફતોના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ખેડૂતોને કુદરતી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે, ભર ઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે નુકશાની થવાની ભીતિ સતાવી રહી છે.

રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર ગઢડામાં કેટલાક ગામડાઓમાં એકાએક વાતાવરણમાં બપોરના સમયે પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. અમરેલીના જાફરાબાદમાં હેમાળ, લોર અને ટીંબી સહિતનાં ગામડાઓમાં કમોસમી વરસાદ થયો હતો. આ ઉપરાંત ગીર ગઢડાના કેટલાક ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે લોકોને ઠંડકનો અનુભવ હતો થયો હતો પરંતુ ધરતીપુત્રોને ચિંતા વધી હતી કારણ કે, અમરેલી અને ગીરગઢડામાં મોટાભાગે કેરીનું ઉત્પાદન વધુ થાય છે.

ઉનાળો કેરીની સિઝન કહેવાય છે. આંબા પર કેરી છે તેવા સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતો કેરીના પાકને મોટું નુકસાન થશે તેવી ભીતિ સેવી રહ્યા છે. કેરીનું પાક ધરાવતા ખેડૂતોને વર્ષમાં એક જ વાર આવક મળતી હોય છે અને તેઓ આંબા પર થયેલી કેરીનું વેચાણ કરીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આંબા પર એક તરફ મોર છે અને બીજી તરફ કમોસમી વરસાદ પડતાં મોર ખરી રહ્યો છે. આ જ કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને કેરીનો પાક ઓછો થાય તેવી ચિંતા તેઓના સતાવી રહી છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે ખેડૂતોને કેરીના જે ભાવ મળવા જોઈએ તે ભાવ મળ્યા ન હતા. આ ઉપરાંત ખેડૂતો કેરીનું એક્સપોર્ટ પણ કરી શક્યા ન હતા અને આ વખતે કમોસમી વરસાદે હવે તેમની ચિંતા વધારી છે.

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે પણ કેરીની બાગ ધરાવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેઓ માર્કેટમાં તેમની કેરીનું વેચાણ કરી શક્યા નહોતા અને આ વર્ષે પણ કેરી આંબા પરથી નીચે ઉતારે તે પહેલા વરસાદ પડી જતાં તેઓ પરેશાન થયા છે.   

Related posts

ફોરેસ્ટ અધિકારી(ભુપતભાઈ સાવલિયા) અને શિક્ષક(નીમાબેન સાવલિયા) દ્વારા માનવતાનું ઉદાહરણ…

Abhayam

ગુજરાત: ડોકટરો 4 દિવસના શિશુના અંગો કાપશે

Vivek Radadiya

વિસનગરમાં રૂ. 109 કરોડના ૮૫ વિકાસ પ્રકલ્પોની ભેટ

Vivek Radadiya