Abhayam News
AbhayamNews

ખેડૂતો ચિંતિત:- ગુજરાતમાં આ તારીખે માવઠાની આગાહી….

રાજસ્થાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ શુક્રવારના રોજ પલટો આવ્યો હતી. વાતાવરણમાં પલટો આવતા લઘુતમ તાપમાનમાં 5 ડીગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ પણ ઘટી ગયું હતું.

તો આગામી 5 દિવસ સુધી હજુ વાતાવરણ વાદળછાયું રહેશે. આ વાદળછાયા વાતાવરણના કારણે જીરુ અને વરીયાળી જેવા પાકને ફૂગ જેવા રોગ લાગવાણી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત માવઠું થાય તો બટાકાને ફૂગ અને બેકટેરિયા જન્ય રોગ લાગી શકે છે.

રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ આગાહી કરવામાં આવી છે કે, 27 ડિસેમ્બરના રોજ રાજ્યમાં માવઠાની શક્યતા છે. રાજ્યમાં માવઠાની આગાહીને લઇને ખેડૂતો ચિંતામાં ગરકાવ થાય છે કે જો માવઠું થાય છે તો તેમને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે.

માવઠાની આગાહીને લઇને ખેડૂતો ઘઉં, રાયડો, એરંડા જેવા પાકમાં નુકસાની જવાની ભીતિ સેવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં ક્મોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શિયાળુ પાકના વાવેતર વચ્ચે વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થઇ શકે છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા 1.63 લાખ હેક્ટર જમીનમાં રાયડો, 1.17 લાખ હેક્ટર જમીનમાં ઘાસચારો, 61 હજાર હેક્ટરમાં ઘઉં, 58 હજાર હેક્ટરમાં બટાકા અને 50 હજાર હેક્ટરમાં જીરાનું વાવેતર કર્યું છે.

તો બીજી તરફ 6 હજાર હેક્ટરમાં શાકભાજી અને અન્ય પાકનું વાવેતર થયું છે. તેવામાં જો વરસાદ થાય તો આ રોકડીયા પાકને નુકસાન થતા ખેડૂતોને પણ આર્થિક ભીંસમાં મુકાવાનો વારો આવી શકે છે.

બે  દિવસથી ઠંડા પવનોનું જોર ઘટ્યું હોવાના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 14થી 19 ડીગ્રી સુધી જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદવાદમાં સૌથી નીચું તાપમાન 9.2 ડીગ્રી નોંધાયું છે અને પણ છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન 5 ડીગ્રી વધતા 14.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

તો બીજી તરફ 28 ડિસેમ્બરના રોજ પણ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા નહીંવત હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો 29 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થશે તેવું પણ હવામાન વિભાગ જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

2024 માં ટેસ્લા ભારતીય માર્કેટમાં કરશે એન્ટ્રી

Vivek Radadiya

આવું જ એક ભગવાન રામ સાથે જોડાયેલ સ્થળ ગુજરાતમાં પણ આવેલું છે. 

Vivek Radadiya

જૂની પેન્શન યોજનાને મુદ્દે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની મહાપંચાયત

Vivek Radadiya