Abhayam News
AbhayamNews

આ મહિનામા લેવાશે પરીક્ષા:-હર્ષ સંઘવીની હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત..

તા.12 ડિસેમ્બરના રોજ લેવાનારી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ તરફથી યોજાનારી પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. એ પછી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પેપર લીક થયાની સ્વીકૃતી આપી હતી. આ વિષય રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપી દીધી છે.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ફરીથી માર્ચ મહિનામાં લેવાશે. ગૌણસેવા પસંદગી મંડળની ભૂલ હશે તો પણ એની સામે પગલાં લેવામાં આવશે. આ સિવાય કોઈ મોટો અધિકારી પણ સંડોવાયેલો હશે તો એની સામે પણ કાયદેસરના પગલાં લેવાશે.

ગૌણસેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારા માર્ચ મહિનામાં ફરી આ કસોટી લેવાશે. હવે નવી પદ્ધતિથી પરીક્ષા લેવાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય જે 70 વિદ્યાર્થીઓએ પેપર લીધા હતા

એને પણ કોઈ સંજોગોમાં છોડવામાં નહીં આવે. એવી મોટી વ્યવસ્થા સાથે પેપર લેવાશે કે ગેરરીતિ થવાની કોઈ તક જ ન રહે. જ્યારે પેપર લેનાર તથા આરોપીઓને એવી સજા કરાશે કે, વર્ષો સુધી જેલની બહાર નહીં આવે.

જોકે, મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ આ કેસમાં વધુ મોટા વળાંક આવે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે, ચર્ચા એવી છે કે, શું આ કેસમાં કોઈ મોટા અધિકારીનું નામ ખૂલશે કે માત્ર આરોપીઓને પકડી પૂછપરછથી સંતોષ મનાશે?

ગાંધીનગર પોલીસે સૌથી પહેલા દીપક પટેલની ઓળખ કરી હતી. જેની પૂછપરછમાં મંગેશ શિર્કેનું નામ સામે આવ્યું હતું. રૂ.9 લાખમાં પેપર પ્રાંતિજના દેવલ પટેલ તથા જયેશ પટેલને આપી દીધા હોવાની કબૂલાત પણ કરી છે.

અમદાવાદના મંગેશ શિર્કેએ આ પેપર પત્નીના કૌટુબિંક કાકા કિશોર આચાર્ય પાસેથી મેળવ્યું હતું. સતત ત્રણ દિવસ સુધી ચાલેલી તપાસમાંથી સામે આવ્યું છે કે, ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાયા હતા.

પેપરલીક મામલે યુવરાજસિંહે ગૌણસેવા પસંદગી મંડળને સચોટ પૂરાવાઓ આપ્યા હતા. ગૌણસેવા પસંદગી મંડળને ફરિયાદી બનવા માટે પણ અરજી કરી હતી. 88000 યુવાનોએ આ પરીક્ષા માટે તૈયારીઓ કરી હતી. યુવરાજસિંહે એવું પણ કહ્યું કે, મારી પાસે રહેલા કેટલાક નક્કર પુરાવાઓ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવશે.

પણ એની ગોપનીયતા જળવાઈ રહે. આ ઉપરાંત જ્યાં પણ તપાસમાં જરૂર પડે તો મદદ કરવા માટેની તૈયારી દેખાડી છે. સાણંદમાં આવેલા પ્રિન્ટિગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ રૂ.9 લાખમાં આ પેપર વેચી દીધુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

શરૂ થવા જઈ રહ્યો છે GPS આધારિત ટોલ

Vivek Radadiya

જાણો કારણ :-હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ફરી થયા વધુ સક્રિય..

Abhayam

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam