Abhayam News
AbhayamNews

દરમહિને 56,000 કરોડ ની કમાણી:: ટાટા ગ્રૂપ પણ માર્કેટ કેપ મામલે અદાણીથી પાછળ !

તાજેતરમાં જ સેન્સેક્સ 56,000ની સપાટીએ પહોંચ્યો હતો અને માર્કેટ નિષ્ણાતો માને છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓનું પરફોર્મન્સ રહ્યું છે તે મુજબ શેરબજારને નવી ઊંચાઈએ પહોંચાડવામાં અદાણીનું મહત્વનું યોગદાન છે.

News & Views :: આ કંપની ખરીદવા માટે અંબાણીએ અદાણીથી મોટી બોલી લગાવી

ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું મૂલ્યવાન બિઝનેસ ગ્રુપ બની ગયું છે. અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ 22.25 લાખ કરોડ રૂપિયા અથવા લગભગ 260 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. અદાણી ગ્રુપે 154 વર્ષ જૂના ટાટા ગ્રુપને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ ટાટા જૂથની તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 20.81 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

અદાણી ગ્રૂપે તેની ગ્રૂપ કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશના સૌથી જૂના ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રૂપને પાછળ છોડી દીધું છે. અંબુજા સિમેન્ટ અને ACCના અધિગ્રહણ બાદ હવે ગૌતમ અદાણીની નવ કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. અને આ નવ કંપનીઓનું માર્કેટ કેપ 23.24 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે ટાટા જૂથની કંપનીઓની ગ્રૂપ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 20.84 લાખ કરોડ છે.

અદાણી, ટાટા ગ્રૂપ, માર્કેટ કેપ, Adani, Tata, Adani Group, Market Cap, stock Exchange, Adani Share Price,

2019 ના અંતે, અદાણી જૂથની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ માત્ર 2 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ઓછા સમયમાં અદાણી ગ્રુપે તેના શેરધારકો માટે રૂ. 21.24 લાખ કરોડની સંપત્તિ એકઠી કરી છે. અદાણી ગ્રૂપે છેલ્લા 33 મહિનામાં શેરધારકો માટે દર મહિને સરેરાશ રૂ. 64000 કરોડની સંપત્તિ બનાવી છે. વિશ્વના કોઈપણ જૂથે શેરધારકોમાં આટલી ઝડપે સંપત્તિ ઉમેરી નથી. ટાટા જૂથે સમાન સમયગાળામાં શેરધારકો માટે રૂ. 9 લાખ કરોડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 7.5 લાખ કરોડ ઉમેર્યા છે.

અંબુજા સિમેન્ટ અને ACCનું સંપાદન પૂર્ણ થયા બાદ ટાટા ગ્રૂપને પાછળ છોડવામાં અદાણી ગ્રૂપને મદદ કરી. આ બંને કંપનીઓના અધિગ્રહણ બાદ અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ વધીને 22.25 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ACC અને અંબુજા સિમેન્ટને બાદ કરતા અદાણી ગ્રૂપના માર્કેટ કેપમાં આ વર્ષે આશરે રૂ. 10.16 લાખ કરોડનો વધારો થયો છે. આ દરમિયાન, ટાટા જૂથે તેની મુખ્ય કંપની તરીકે માર્કેટ કેપમાં 2.57 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓનું પરફોર્મન્સ રહ્યું છે તે મુજબ શેરબજારને નવી ઊંચાઈએ પહોંચાડવામાં અદાણીનું મહત્વનું યોગદાન છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સ 185-945% વધ્યા છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિ વચ્ચે જે તફાવત હતો તે પણ ઘણો ઓછો થયો છે. અદાણી ગ્રૂપમાં આટલું બધુ ડેવલપમેન્ટ થવા છતાં શેરબજારના સિંહ તો આજે પણ મુકેશ અંબાણી જ છે. દિવ્યભાસ્કરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પરથી આંકડા મેળવી તેનું એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કે, ગૌતમ અદાણી ગ્રૂપની 6 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.11 લાખ કરોડ છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂ. 13.77 લાખ કરોડ છે.

ટાટા ગ્રૂપ પણ માર્કેટ કેપ મામલે અદાણીથી પાછળ !

અદાણીએ રોકાણકારોને ઘણો લાભ કરાવ્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટમાં બતાવ્યા મુજબ, રિલાયન્સ કરતાં અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારોને ઘણી જ સારી કમાણી થઈ છે. 52 સપ્તાહની સૌથી નીચી અને ઊંચી સપાટી જોઈએ તો રિલાયન્સના શેર 29.44%નો વધારો થયો છે. એની સામે અદાણી જૂથની કંપનીઓમાં 188%થી લઈને 945% જેવો ગ્રોથ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 500%થી વધારેની વૃદ્ધિ થઈ છે.

અદાણી ગ્રુપ 23.24 લાખ કરોડના માર્કેટ કેપ સાથે નંબર વન પર છે. તો ટાટા જૂથ રૂ. 20.84 લાખ કરોડ સાથે બીજા સ્થાને છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 17.13 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને છે. HDFC ગ્રુપ રૂ. 14.62 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. બજાજ ગ્રુપ રૂ. 9.37 લાખ કરોડ સાથે પાંચમા સ્થાને છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર. પરંતુ શુક્રવારે, LVMHના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવારે અદાણી ગ્રૂપના શેરમાં વેચવાલી બાદ યાદીમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

અદાણી ગ્રૂપની પ્રથમ સાત કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. પરંતુ હવે હોલસીમ પાસેથી અંબુજા સિમેન્ટ અને ACCને હસ્તગત કર્યા બાદ બંને કંપનીઓ અદાણી ગ્રૂપનો હિસ્સો બની ગઈ છે. તો તેના કારણે પણ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ વધ્યું છે.

Related posts

જુઓ:-શિક્ષણમંત્રીના આ નિવેદનથી હાઇકોર્ટ નારાજ…

Abhayam

મીની ગુજરાત તરીકે જાણીતી જગ્યા, જ્યાં મળે છે તમામ ગુજરાતી નાસ્તા

Vivek Radadiya

જુઓ ફટાફ્ટ:-દેશનું સોથી મોટું રેમડેસિવિર કૌભાંડ,એક ઇન્જેક્શન કેટલામાં વેચતા…

Abhayam