Abhayam News
AbhayamNews

ભારત માં ફરી સર્જાઈ રહ્યો છે કોરોના નો કહેર ધીમે ધીમે વધી રહ્યા છે કોરોના ના કેસો..

ભારતમાં 24 કલાકમાં 39361 લોકો સંક્રમિત થયા, 416 દર્દીઓએ જીવ ગુમાવ્યો.

અહેવાલ મુજબ ભારત સહીત સમગ્ર વિશ્વ માં ત્રીજી લહેર આવવા ની છે. ક્યાંક ને ક્યાંક આ લહેર ના પ્રતાપો શરુ થઇ ચુક્યા છે.તેજ રીતે ભારત માં અસર દેખાઈ રહી છે . ભારત પણ ત્રીજી લહેર નો શિકાર બનશે.ભારત માં છેલ્લા ૨૪ કલાક માં 39361 લોકો સંક્રમિત થયા, 416 દર્દીઓએ જીવ ગુમાવ્યો.

દેશમાં કોરોનાવાયરસ (Coronavirus cases India)ના સંક્રમણથી પ્રભાવિત થતા લોકોના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સતત ચોથો દિવસ એવો રહ્યો છે જેમાં સંક્રમણના 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં નહીંવત વધારો નોંધાયો છે. બીજી તરફ, 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં સંક્રમણનું પ્રમાણ વધતાં કેસોમાં વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોવિડ રિકવરી રેટ (Covid Recovery Rate) 97.4 ટકા છે.

સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,361 નવા (Coronavirus cases india) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 416 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,71,901 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 43,51,96,001 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 18,99,874 લોકોને રસી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 5 લાખ 79 હજાર 106 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 35,968 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,11,189 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,20,967 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 45,74,44,011 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 11,54,444 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

ગુજરાત (Gujarat Corona Cases)માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિએ કોરોનામાંથી જીવ ગુમાવ્યો નથી. જ્યારે રવિવારે 24 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.74 ટકા થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

નવા વર્ષમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થશે

Vivek Radadiya

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

Abhayam

ખેડૂતોના દેવામાફી પર મોટા સમાચાર, 17 લાખ કરોડનું દેવું માફ થશે કે નહીં?

Abhayam

1 comment

Comments are closed.