Abhayam News
AbhayamNews

કોન્સ્ટેબલે 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો:-વાંચો સમગ્ર ઘટના..

માહિતી મુજબ પેટલાદના એક યુવકે પંથકની એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે અંગે યુવતીના પિતાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં અરજી કરી હતી. લગ્ન રજીસ્ટર કરવા માટે યુવતીએ રજૂ કરેલ સોગંદનામામાં અગાઉ કરેલ લગ્નનો ઉલ્લેખ કર્યો ન હોઈ ખોટુ સોગંદનામું કરવા બદલ પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી અને વકીલ વિરૂધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે પેટલાદ શહેર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહીપતસિંહે ખોટુ સોગંદનામું કરવા બદલ ગુનો ન નોંધવા માટે અરજદાર પાસે રૂ.૧ લાખની લાંચની માંગણી કરી હતી. અરજદાર યુવક સાથે લાંચની રકમ બાબતે આનાકાની થયા બાદ રૂ ૫૦ હજારમાં ડીલ નક્કી થઈ હતી. જો કે યુવક લાંચની રકમ આપવા ન ઈચ્છતા હોઈ તેણે ખેડા એસીબીનો સંપર્ક કર્યો હતો.

પ્રેમલગ્નના કેસમાં ફરિયાદી દ્વારા કરાયેલ સોગંદનામા સંદર્ભે અલગથી ગુનો દાખલ નહી કરવા આમંદ જિલ્લાના પેટલાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માંગેલ રૂા.૫૦ હજારની લાંચની રકમ સ્વીકારતા વચેટીયો ખેડા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ભારે ખળભળાટી મચી જવા પામી છે. જો કે લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે એસીબી પોલીસે પોલીસ કોન્સ્ટેબલ તથા વચેટીયા વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર પોલીસકર્મીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જેથી ACB એ છટકું ગોઠવ્યું હતું. જેમાં ગતરોજ યુવક લાંચના નાણાં રૂા.૫૦ હજાર લઈને પેટલાદ શહેર પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ મહીપતસિંહ પાસે ગયા હતા અને તેઓ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ભેગા થયા હતા. જો કે પોલીસ કોન્સ્ટેબલે લાંચના નાણાં ત્યાં હાજર વચેટીયા રાહુલ રામજીભાઈ રબારીને આપવા જણાવ્યું હતું. જેથી અરજદારે લાંચની રકમ વચેટીયા રાહુલ રબારીને આપતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી. જો કે એસીબીના છટકાની ગંધ આવી જતા અને ભારે અફડા-તફડી થતા કોન્સ્ટેબલ મહીપતસિંહ અને તેનો ફોલ્ડરીયો પોલીસ મથકના કમ્પાઉન્ડમાંથી ભાગી જવામાં સફળ થયા હતા. દરમ્યાન એસીબીએ બંને વ્યક્તિઓની શોધખોળ આરંભી હતી અને રાહુલ રબારીને લાંચની રકમ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે મહીપતસિંહ હજી સુધી ફરાર હોવાના અહેવાલ સાંપડયા છે.

મોડી રાત્રે પેટલાદ પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને તેનો ફોલ્ડરીયો લાંચ લેતા ઝડપાયો હોવાના સમાચાર જિલ્લામાં વહેતા થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટી મચી ગઈ હતી. બીજી તરફ રાહુલ રબારી છેલ્લા ઘણાં સમયથી પેટલાદ શહેર પોલીસ મથકના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ માટે વચેટીયાનું કામ કરતો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દિલ્હીમાં લોકડાઉનને લઇ વધુ આકરા નિયમો જાણો શું છે પૂરી ખબર?..

Abhayam

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને ફરી એક વખત ફટકારી જાણો શું કહ્યું..

Abhayam

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં

Vivek Radadiya