Abhayam News
AbhayamNews

મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે મગાવ્યા 6 હજાર ઓક્સિજન સિલેન્ડર…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ આમ તો હમેશા કેન્દ્ર સરકાર સામે મોટાભાગે શીંગડા ભેરવતા નજરે પડે છે પરંતુ તે ઘણીવાર ચોંકાવી પણ દે છે. તેમણે કોરોના સામે લડવા માટેની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંગે તેમણે મીડિયાને માહિતી આપી હતી. આ દરમિયાન ખાસ કરીને તેમણે કેન્દ્ સરકારનો ખૂબ આભાર માન્યો હતો.

કેજરીવાલે કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર માટેની તમામ તૈયારીઓ તેમણે કરી દીધી છે. બીજી લહેરમાં ખાસ કરીને સૌથી મોટી સમસ્યા ઓક્સિજનની આવી હતી. હવે ત્રીજી લહેરમાં લોકોને ઓક્સિજન મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે તેમણે ચીનથી 6000 ઓક્સિજન સિલેન્ડર મગાવ્યા છે જેમાંથી મોટાભાગના આવી પણ ગયા છે. આ સિલેન્ડર મગાવવા માટે તેમણે સૌથી પહેલા ગીવ ઇન્ડિયા સંસ્થા અને એસસીએલ કંપનીનો આભાર માન્યો જેમના થકી આ સિલેન્ડર તેમને મળ્યા છે પરંતુ ખાસ આભાર તેમણે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયનો માન્યો જેનાથી તેમને આ સિલેન્ડર લાવવામાં ખૂબ જ સહાય મળી. તેમની સહાય વગર આ સિલેન્ડર આટલા ઝડપથી આવી શક્યા ન હોત.

આ ઉપરાંત કેજરીવાલે વધુ માહિતી આપતા કહ્યું કે દરેક જિલ્લામાં તેમણે ઓક્સિજન કોન્સનટ્રેટર બેંક પણ ઊભી કરી દીધી છે. જ્યાં 10-10 લીટરના 5 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર રાખવામાં આવ્યા છે જે જરૂર પડ્યે હોસ્પિટલ અને હોમ આઇસોલેટેડ દર્દીઓ સુધી પહોંચાડી શકાશે. તેમણે જણાવ્યું કે ચીનથી જે ઓક્સિજન સિલેન્ડર આવ્યા છે તેનાથી 3000 બેડની વ્યવસ્થા કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

અંબાલાલે ઓચિંતી કરી આફતની આગાહી

Vivek Radadiya

શાહરૂખ ખાનને જોવા માટે આખું દુબઈ થયુ એકઠું, જુઓ વીડિયો

Vivek Radadiya

પેઇનકિલર લેતા હોવ તો થઈ જજો સાવધાન

Vivek Radadiya