Abhayam News
AbhayamNational Heroes

જશવંતસિંહ રાઠોડ શહીદની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડયું :-જાણો સમગ્ર કહાની…

જમ્મુ કાશ્મીર ખાતે સરહદ પર દેશની સુરક્ષા કરતા ગુજરાતનો પુત્ર શહીદ થયો છે. જેનું નામ જશવંતસિંહ રાઠોડ હતું. પાલનપુર પાસે આવેલા વડગામના મેમદપુરના વતની જશવંતના પાર્થિક દેહને જ્યારે એમના વતન લાવવામાં આવ્યો ત્યારે આખા ગામના દરેક વ્યક્તિની આંખમાં આસું હતા. તેરી મિટ્ટી મેં મિલ જાવા ગીત સાથે સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

આજે અમે દુઃખ થાય છે પણ ગર્વ પણ છે કે, એ દીકરો દેશની રક્ષા માટે શહીદ થયો છે. આખા ગામમાં માતમનો માહોલ છે. જવાનને અંતિમસંસ્કાર આપવાના છે. દરેક યુવાન સહિત આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. ગામના વેપારીઓએ તથા વ્યવસાયિકોએ બંધ પાડીને વીર શહીદને શ્રદ્ધાંજલી આપી છે. જસવંતસિંહના પિતા પણ સૈન્યમાં હતા. હાલ બે ભાઈઓ પણ સૈન્યમાં છે. એટલે કે પિતા સહિત ત્રણેય દીકરા દેશને માટે સમર્પિત હતા.

ગ્રામવાસીઓ સહિત આગેવાનોએ આ વીરપુત્રને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે એમના દેહને વતનમાં લાવવામાં આવ્યો ત્યારે મેમદપુરમાં ગમગીની છવાઈ ગઈ હતી. મેમદપુરમાંથી શહીદની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ગાર્ડ ઓફ ઓનર સાથે એમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ગામના એક અગ્રણીએ જણાવ્યું કે, જસવંતસિંહના પરિવારમાં એના પિતા અને બે મોટાભાઈ પણ સૈન્યમાં જોડાયેલા છે. આ ગામમાંથી રાજપુત સમાજના ઘણા યુવાનો સૈન્યમાં જોડાયા છે અને દેશની રક્ષા કરી રહ્યા છે.

જસવંત સિંહે દેશ માટે આ બલિદાન આપ્યું છે. સૈન્યના ટ્રકમાં એમના પાર્થિવદેહને તિરંગામાં મૂકીના લાવવામાં આવ્યો હતો. સૈન્યના અન્ય જવાનોએ ચોક્કસ પ્રોટોકોલ સાથે એમને સન્માન આપ્યું હતું. તેમજ પરિવારજનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંતિમવિધિ કરી હતી. સમગ્ર ગ્રામજનોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. સૈન્યનો ટ્રક આવતા દરેક યુવાનોની આંખમાં પાણી આવી ગયા હતા.

  જસવંતસિંહે વર્ષ 2011માં બેંગ્લોર ત્યાર બાદ નોર્થ ઈસ્ટમાં ત્રણ વર્ષ સુધી ડ્યૂટી કરી છે. એ પછી એનું પોસ્ટિંગ જોધપુરમાં હતું અને છેલ્લા અઢી વર્ષથી તેઓ જમ્મુ કાશ્મીરના 17 રાષ્ટ્રીય રાઈફલ પીંછવાડામાં ડ્યૂટી પર હતા. ફરજ દરમિયાન ભેખડ ઢસી પડતા તેઓ શહીદ થયા છે. વીર જવાન અમર રહોના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ

Vivek Radadiya

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે?

Vivek Radadiya

પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર

Vivek Radadiya

2 comments

Comments are closed.