Abhayam News
AbhayamNews

કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..

અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા ભારતવર્ષમાં જાહેર પરિવહનમાં સુવિધા પૂરી પાડવાની કામગીરીમાં અગ્રેસર રહ્યું છે.

તેના ભાગ રૂપે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસ અમદાવાદ જનતા માર્ગ લીમીટેડ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.  

 જે પ્રકારે બીજી લહેરમાં અમદવાદમાંથી કેસ વધારે આવતા હતા તે પ્રકારે ફરીથી અમદાવાદમાં કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં 24 કલાકમાં 1200 કરતા વધારે કેસ સામે અવી રહ્યા છે.

કોરોનાના વધતા જતા કેસને લઇને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી AMTS અને BRTS બસમાં જ મુસાફરો 50% સીટીંગ સાથે જ બેસી શકશે.

આ નિયમનો અમલ 6 જાન્યુઆરીથી કરવામાં આવશે. હાલ શહેરમાં 180 AMTS અને 350 BRTS સહિત કુલ 930 બસનું સંચાલન થઇ રહ્યુ છે.

આ ઉપરાંત શહેરમાં ભીડભાડ વાળી જગ્યા પર લોકોને સામાજિક અંતરનું પાલન કરવું અને માસ્ક પહેવારનું પણ કહેવામાં આવી રહ્યું છે.

જે લોકો માસ્ક નથી પહેરતા તેમને દંડ પણ પાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. લોકો નિયમોનું પાલન કરે એટલા માટે અધિકારીઓને અલગ-અલગ જવાબદારી પણ સોંપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતો હોવાના કારણે લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત જે લોકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ નથી લીધો તેમનું એક લીસ્ટ પાલિકાએ પોલીસને પણ સોંપ્યું છે. તો બીજી તરફ AMTS અને BRTS બસમાં મુસાફરી કરનાર પાસેથી વેક્સીનેશન સર્ટીફીકેટની માગણી કરવામાં આવશે.

તેમાં વેક્સીનનો બીજો ડોઝ ડ્યુ થયો હોવાનું સામે આવશે તો તે વ્યક્તિને બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

CIDમાં ઈન્સ્પેક્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નિધન…

Vivek Radadiya

નકલી જીરું બનાવવા માટેની ફેક્ટરી ઝડપાઈ

Vivek Radadiya

યુદ્ધવિરામ પર ઈઝરાયેલના વડાપ્રધાનનું મોટુ નિવેદન

Vivek Radadiya