Abhayam News
AbhayamNews

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

  • સુપ્રીમ કોર્ટે કહ્યું- 31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો..
  • 2019માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો.
  • 2020 સુધીમાં આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની હતી.
  •  દેશના કોઈપણ રાજ્યની દુકાનમાંથી તમે એક જ રાશન કાર્ડની મદદથી રાશન લઈ શકશો..
  • 2019માં કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજનાને 4 રાજ્યમાં શરૂ કરી.

સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. 2019માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો છે. 1 જૂન 2020 સુધીમાં આ યોજનાને આખા દેશમાં લાગુ કરવાની હતી, જોકે કોરોનાને કારણે એને હજુ સુધી લાગુ નથી કરી શકાઈ.પરંતુ આ કોરોનાને કારણે જ એની જરૂરિયાત ત્વરીતે રીતે ઊભી થઈ છે. જો આ યોજના લાગુ હોત તો પ્રવાસી મજૂરોની મુશ્કેલી ઘણી ઓછી થઈ શકી હોત. એને જોતાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દરેક રાજ્યમાં 31 જુલાઈ સુધીમાં નિશ્ચિત રીતે વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ લાગુ કરવામાં આવે, જેથી દરેક પ્રવાસી મજૂરને દેશના કોઈપણ ક્ષેત્રમાં પોતાના ભાગનું રાશન મળી શકે.

શું છે ‘વન નેશન વન રાશન કાર્ડ’?…

તમે વન નેશન વન ટેક્સ એટલે કે GST અંગે તો સાંભળ્યું જ હશે. GST આવ્યા બાદ દેશમાં અલગ-અલગ ટેક્સને મળીને એક કરવામાં આવ્યા અને હવે સમગ્ર ભારતમાં માત્ર એક જ ટેક્સ લાગે છે. ઠીક આવી જ રીતે હાલ દરેક રાજ્યમાં અલગ-અલગ રાશન કાર્ડ છે.

વન નેશન વન રાશન કાર્ડ અંતર્ગત આ તમામ રાશન કાર્ડને એક સેન્ટ્રલ સિસ્ટમની મદદથી જોડી દેવામાં આવશે. એ બાદ તમને એવી સુવિધા મળશે કે દેશના કોઈપણ રાજ્યની દુકાનમાંથી તમે એક જ રાશન કાર્ડની મદદથી રાશન લઈ શકશો, એટલે કે ભલેને તમારું રાશન કાર્ડ ભોપાલનું હોય, પણ તમને આ યોજનાથી દિલ્હીમાં પણ રાશન મળી જશે.

2019માં કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજનાને 4 રાજ્યમાં શરૂ કરી હતી. આ રાજ્ય હતાં- તેલંગણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશ. ધીમે-ધીમે આ યોજનામાં બાકી રાજ્યોને પણ સામેલ કરવામાં આવ્યા. જાન્યુઆરી 2020માં ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે 1લી જૂન 2020 સુધીમાં આ સ્કીમને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. જોકે હજુ સુધી આ વાત શક્ય બની નથી.

  • દરેક રાશનની દુકાનને Aadhar enabled Public Distribution System (AePDS) સાથે જોડવા પડશે, એટલે કે દરેક રાશનની દુકાનમાં બાયોમેટ્રિક સ્કેનર મશીન લગાડવું પડશે. આસામમાં હજુ સુધી આ યોજનાને લાગુ નથી કરવામાં આવી, માત્ર આસામમાં જ 36 હજાર રાશન દુકાનો એવી છે, જ્યાં આ મશીન લગાડવામાં આવશે.
  • મશીન લગાડવામાં આવ્યા બાદ દરેક રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું છે. આ પણ એક લાંબી કાગળીય પ્રક્રિયા છે.
  • ઈન્ટરનેટ નેટવર્ક પણ એક મોટી સમસ્યા છે. આ મશીનોને ઈન્ટરનેટની મદદથી સેન્ટ્રલ પોર્ટલ સાથે કનેક્ટ રાખવાનું હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની મુશ્કેલીને કારણે આ મશીન તેટલી સહેલાયથી કામ નથી કરી શકતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વેપારીઓએ તુવેર અને અડદની દાળનો માર્યાદિત સ્ટોક રાખવો પડશે

Vivek Radadiya

જાણો D2M નેટવર્કિંગ શું છે?

Vivek Radadiya

જવાહરલાલ નહેરૂએ બંધ કરાવેલા કેલેન્ડર ફરી શરૂ થશે

Vivek Radadiya