Abhayam News
AbhayamNews

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ…

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ વર્ષ 2022-23 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યુ છે. 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે.

ગત વર્ષે 7475 કરોડનુ બજેટ હતું. 636 કરોડના વધારાવાળુ આ બજેટ છે. જેમાં રેવન્યુ ખર્ચ 4240 કરોડ, કેપિટલ ખર્ચ 3871 કરોડ સાથે કુલ 8111 કરોડનું બજેટ રજૂ કરાયુ છે. 

આ વર્ષના અમદાવાદના ડ્રાફ્ટ બજેટમા ચૂંટણીની અસર જોવા મળી છે. અમદાવાદના નાગરિકો પર કોઇ વધારા ઝીંકાયા નથી. સામાન્ય વેરામાં કોઇ વધારો કરાયો નથી.

બજેટમાં ટ્રાફિકના નિવારણ માટે 6 કરોડ

  • અર્બન ટ્રાન્સપોર્ટ માટે 490 કરોડ
  • બીઆરટીએસ માટે 100 અને એએમટીએસ માટે 390 કરોડ
  • 100 ઇલેક્ટ્રીક બસ ખરીદવાનું આયોજન
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 297.55 કરોડની ફાળવણી
  • મહિલાઓ માટે 21 પીંક ટોયલેટ ઉભા કરાશે
  • 8.40 કરોડના ખર્ચે બનશે ટોઇલેટ
  • ફ્લડ મોનિટીરીંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 100 કરોડની જોગવાઇ, જેમાંથી ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાટર્સ માટે 60 કરોડ
  • 3 નવા ફાયર સ્ટેશન બનશે. 17 કરોડના ખર્ચે એક સ્ટેશન બનશે
  • પાંચકુવા ફાયર સ્ટેશનનું રીટ્રોફીકેશન કરાશે
  • ઓઢવ ફાયર સ્ટેશનનું નવિનિકરણ થશે
  • નવા 10 અર્બન હેલ્થ સેન્ટર બનાવવા 40 કરોડની જોગવાઈ
  • 20 કરોડના ખર્ચે નવા CHC 2 બનાવશે
  • 3 નવી ફાયર ચોંકી બનાવાશે, અઢી કરોડના ખર્ચે એક ચોંકી બનશે
  • જાહેર મકાન માટે 341 કરોડ ફાળવાયા
  • ગોતા ચાંદલોડીયામાં કોમ્યુનિટી હોલ બનશે
  • હાઉસીંગ મટે 95043 મકાનો બનવાનું આયોજન

વોટર અને કન્ઝરવેશી ટેક્સમાં કોઇ વધારો નથી કરાયો. તો વાહન વેરો પણ વધારો નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આમ આદમી પાર્ટીના આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા…

Abhayam

સુરત:- AAP ના આ કોર્પોરેટર એ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના દર્દી માટે એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam

વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટી ઘટના

Vivek Radadiya